Western Times News

Gujarati News

અમદાવાદઃ શાહપુરની વિશ્વભારતી શાળામાં સ્વાતંત્ર્યદિનની ભવ્ય ઉજવણી

અમદાવાદ,  શાહપુર મિલ કંમ્પાઉન્ડમાં આવેલ જૂની અને જાણીતી એવી વિશ્વભારતી શાળામાં સ્વાતંત્ર્યદિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજના સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં વિશ્વભારતી ઇંગ્લિશ મિડિયમ, વિશ્વભારતી બાલવિદ્યાલય તેમજ વિશ્વભારતી હાઈસ્કૂલના બાળકોએ ખૂબજ ઉત્ત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ ઉજવણીમાં શાળાના મેનેજીંગ ડિરેકટર સાહેબ ઈરફાનભાઈ ચિશ્તી અને ટ્રસ્ટી રાજુભાઈ બાગબાન હાજર રહયા હતા.  આ શાળાની સૌથી મોટી ખાસિયત એ છે કે શાળાના તમામ કર્મચારીગણોને સમાનરૂપે જોવામાં આવે છે.

માટે જ શાળાના સેવકમિત્ર કે જે વયકક્ષાને આધારે નિવૃત્ત થાય છે તેવા સેવકમિત્ર શ્રી બદ્રીભાઈ વરહાત અને  શ્રી નિલેશભાઇ દવે કે જેઓને મુખ્ય મહેમાન તરીકેનું  સ્થાન આપી તેમના જ હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં રાષ્ટ્રગીત, ઝંડાગીત તેમજ બાળકો દ્વારા રાષ્ટ્રને લગતા ગીતો ગવડાવવામાં આવ્યા હતા. અત્યારે ચાલતા અભિયાન મેરી માટી મેરા દેશ આધારિત વક્ર્તવ્ય પણ બાળકો દ્વારા આપવામાં આવ્યું હતું. પોતાની માતૃભૂમિ માટે મરી મીટવાની ભાવના જાગૃત કરવામાં આવી હતી. બધાજ બાળકોએ ખુબજ સુંદર રજૂઆત કરી હતી.

આ સમગ્ર કાર્યક્રમ શાળાના એકેડમિક એડવાઈઝર શ્રી દિનેશભાઈ મજેઠિયા સાહેબ તેમજ શાળાના એચ.આર. મેડમશ્રી જાસ્મીનબેન શેખના સાથ સહકારથી ખૂબજ સુંદર રીતે ઉજવવામાં આવ્યો હતો. દરેક શિક્ષકોઓએ પણ ખૂબજ ઉત્ત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

શાળાના દરેક કર્મચારીગણોએ આ કાર્યક્રમમાં પોતાનો ઉત્સાહ બતાવ્યો હતો. અંતમાં ગુજરાતી મિડિયમના આચાર્ય  શ્રી કલ્પનાબેન દરજીએ આભારવિધિ કરીને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.