સોલા અને અસારવાની હોસ્પીટલમાં ૪૦ થી વધુ તબીબો ડેન્ગ્યુમાં સપડાયા
સૌથી વધુ રાજકોટ સિવિલમાંઃ અમદાવાદમાં કુલ પ૦૯ કેસ |
અમદાવાદ : સમગ્ર ગુજરાતમાં રોગચાળો હોવાનું જાણવા મળે છે. તેમાં પણ સૌરાષ્ટ્ર,માં ખાસ કરીને રાજકોટ, તથા અમદાવાદમાં ડેન્ગ્યુનો કહેર યથાવત રહ્યો છે. અમદાવાદ શહેરમાં સિઝનના પ૦૯ કેસો નોંધાયા છે. જ્યારે રંગીલા રાજકોટમાં જે હવે રોગીલું બની ગયુ છે એવા સિઝનના પ૮ર કેસો નોંધાયા છે. ટ્ઠઅમદાવાદમાં પણ ડેન્ગ્યુની સ્થિતિમાં કોઈ ફરક પડ્યો નથી. સોલા સિવિલમાં તથા અસારવા સિવિલ હોસ્પીટલમાં અનેક તબીબો ડેન્ગ્યુની સારવાર લઈ રહ્યા હોવાના સમાચાર છે. સિવિલ હોસ્પીટલમાં જ પ૯ જેટલા ડોક્ટરો ડેન્ગ્યુની અસર હેઠળ છે.
રાજકોટમાં માત્ર એક જ દિવસમાં ર૦ કેસો ેડેન્ગ્યુના નોંધાયા છે. જેમાં ૧૪ કેસો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના જ હોવાનું જાણવા મળે છે. રાજકોટ સિવિલ હોસ્પીટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. સુવા માટે ખાટલા ખૂટતા દર્દીઓને ફરજીયાતપણે નીચે પથારીઓ નાંખી સુવાડવામાં આવે છે. રાજકોટ તથા રાજકોટ પંથકમાં ડેન્ગ્યુ, મેલેરીયા, ટાઈફોઈડ, ઝાડાઉલ્ટી તથા કમળાના કેસોની સંખ્યા વધી રહી છે.
ત્યારે રાજકોટ સિવિલ હોસ્પીટલની બેદરકારી પણ સામે આવી છે. સ્વચ્છતા ન હોવાની ફરીયાદ સામાન્ય છે. પરંતુ કૂતરાઓ પણ હોસ્પીટલના વોર્ડોમાં ફરતા જાવા મળી રહ્યા છે. અને કંઈક અણઘટતું બને એની ચિંતામાં દર્દીઓ રાત વિતાવે છે.
રાજકોટ મનપા વિસ્તારમાં જ પ૬ર કેસ ડેન્ગ્યુના કેસો નોંધાયા હોવાની સતાવાર માહિતી સાંપડી છે. સોલા સિવિલ તથા સિવિલ હોસ્પીટલ અસારવામાં હોસ્ટેલ તથા વોર્ડમાં તથા કેમ્પેસમાં કચોર તથા ગંદકી હોવાનું તથા મોટા પ્રમાણમાં મચ્છરોનું બ્રિડીંગ થતું હોવાનું તથા સારવાર લેતા દર્દીઓના પરિવારોની ફરીયાદ છે કે સતાવાળાઓને ફરીયાદો પણ કરવામાં આવી હોવા છતાં કોઈ અસરકારક પગલાં લેવાતા નથી.
અમદાવાદ સિવિલ હોસ્પીટલ ના સુપ્રિટેન્ડેન્ટ જણાવે છે કે હોસ્પીટલના દરેક વોર્ડમા નિયમિત સફાઈ થાય છે તથા દવાનો છંટકાવ પણ કરવામાં આવે છે. સિવિલ હોસ્પીટલ(અસારવ) ની મેડીકલ કોલેજ, હોસ્ટેલ તથા કેમ્પસમાં મચ્છરોનો ત્રાસ વધી રહ્યો છે.
જેને કારણે ૬૦ જેટલા રેસીડેન્ટ ડોક્ટરો ેડેન્ગ્યુની અસર નીચે સારવાર લઈ રહ્યા છે. એક રેસિડેન્ટ ડોકટરે પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યુ હતુ કે સતાવાળાઓ જ્યારે ફરીયાદ કરવા જઈએ છે ત્યારે જવાબ આપે છે કે મચ્છરોનો ત્રાસ સમગ્ર શહેરમાં છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વ્ભાગની ટીમો દિવાળીના તહેવારો આવતા હોટલ, રેસ્ટોરન્ટો, ફરસાણ તથા મીઠાઈની દુકાનોમાં ચેકીંગ શરૂ કર્યુ છે. પણ શહેરમાં મચ્છરોને કારણે વધતા જતાં રોગોને ડામવા જરૂરી પગલાં ભરવા જરૂરી છે. વર્ષો પહેલાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ ઘેર ઘેર ફરી દવાઓનો છંટકાવ કરતા હતા.
જેને કારણે રોગચાળો અંકુશમાં રહેતો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ ઘરે ઘરે દવાનો છંટકાવ કરશે તો જરૂર રોગચાળા પર અંકુશ મુકાશે તેમ શહેરના નગરજનો જણાવે છે. છેલ્લા બે ત્રણ દિવસથી જામનગર શહેરમાં રોગચાળાની સ્થિતિ ખૂબજ વિકટ બનતા ભારે ઉહાપોહ થયો છે જેના પગલે આરોગ્ય વિભાગના અધિકારીઓ ગાંધીનગરથી જામનગર દોડી ગયા છે. હોસ્પિટલોમાં દર્દીઓને સુવડાવવાની પણ જગ્યા નથી રહી. આમ સૌરાષ્ટ્રમાં પણ રોગચાળાની સ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે.