Western Times News

Gujarati News

વકીલાતના વ્યવસાયમાં નૈતિકતા, અથાગ પરિશ્રમને સફળતાની ચાવી ગણાવતા – એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદી !!

વકીલાતના વ્યવસાયમાં વિશ્વસનીયતા અને નૈતિકતા પર ભાર મુકી માતૃભાષાનો આદર કરવા અનુરોધ કરતા સોલીસીટર જનરલ તુષારભાઈ મહેતા !!

તસ્વીર ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેનને અદ્દભૂત કાર્યક્રમના આયોજન બદલ અપાયેલા એવોર્ડની છે ! તસ્વીરમાં કેન્દ્ર સરકારના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, બાર કાઉન્સિલના ચેરમેન શ્રી જે. જે. પટેલ સહિત કાયદા મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેલા દ્રશ્યમાન થાય છે !! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)

અમેરિકાના પ્રમુખ જયોર્જ વોશિંગ્ટને કહ્યું હતું કે, “ન્યાયનું વહાણ એ સરકારના સૌથી મજબુત આધારસ્તંભ છે”!! જયારે અમેરિકન કાયદાશાસ્ત્રી અને અમેરિકાના ૧૪ માં પ્રમુખ અર્લ વોરને સરસ કહ્યું છે કે, “સભ્ય સમાજમાં કાયદો નૈતિકતાના સાગરમાં તરતો હોય છે”!!

આ મહાન વિચારોમાં પ્રાણ પુરતા ગુજરાત સરકારના એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદી તથા સોલીસીટર જનરલ શ્રી તુષારભાઈ મહેતાએ આ મહાન વિચારોની યથાર્થતા સમજાવતા અર્થસભર પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું !!

ન્યાય એટલે નિષ્પક્ષતા, નૈતિકતા અને ધીરજ સાથેની શુધ્ધ બુÂધ્ધતા જયારે સફળ વકીલાત એટલે અથાગ પરિશ્રમ, કર્તવ્યનિષ્ઠા અને નૈતિકતા વાળુ જીવન ગણાવીને નવોદીત વકીલોને સુંદર માર્ગદર્શન આપતા એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદી !

ગુજરાત સરકારના એડવોકેટ જનરલ અને વિદ્વાન ધારાશાસ્ત્રી શ્રી કમલભાઈ ત્રિવેદીએ ૧૩૦૦ વકીલોના શપથ સમારોહમાં ચિંતનાત્મક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, “ન્યાય એટલે નિષ્પક્ષતા, સંનિષ્ઠતા, ધીરજ સાથે શુધ્ધબુÂધ્ધતા જયારે વકીલાતનો વ્યવસાય એટલે વકૃત્વમાં માહિરતા કાયદાનો ઉંડો અભ્યાસ જોઈએ, અસિમ, પરિશ્રમ, કર્તવ્યનિષ્ઠા વાળુ જીવન અને નૈતિકતા સભર જીવન એ વ્યવસાયિક સફળતાની ચાવી છે”!!

શ્રી કમલભાઈ ત્રિવેદીએ વકીલ એટલે મદદગાર વ્યક્તિ કહીને વધુમાં ઉમેર્યુ હતું કે, “આટલી મોટી સંખ્યામાં વકીલો ભેગા થયા છે એ ભેગા થવાની શરૂઆત છે ભેગા મળી રહેવું, અને કામ કરવું એ સફળતા છે”! શ્રી કમલભાઈ ત્રિવેદીએ અંતમાં કહ્યું હતું કે, “આ સંસ્થાને વધુ સુરક્ષિત બનાવી એ આ કાર્યક્રમનો યશ ગુજરાત બાર કાઉÂન્સલના ચેરમેન શ્રી જે. જે. પટેલને આપ્યા હતો’!!
વકીલાતનો વ્યવસાય વિશ્વસનીયતા અને નૈતિક રીતે સ્વચ્છ હોય એ સફળતાની પરિભાષા છે અને બીજા દેશોની અદાલતમાં ચૂકદાઓ વાંચવા અનુરોધ કરતા સોલીસીટર જનરલ તુષારભાઈ મહેતા !!

અડાલજ ભગવાન દાદા ફાઉન્ડેશનના દાદાનગર કન્વેશન સેન્ટર ખાતે વકીલોના સામૂહિક વ્યવસાયિક શપથ વિધિ સમારોહમાં ઉપસ્થિત રહેલા કેન્દ્ર સરકારશ્રીના સોલીસીટર જનરલ શ્રી તુષારભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, “વકીલાતની સફળતા એટલે વિશ્વસનીયતા અને નૈતિકતા છે ! સફળતાની પરિભાષા આવતી નથી સફળતા એ છે કે તમે સારા વકીલ બન્યા કે નહીં ?!” મહેતાએ સૂચક સંદેશો આપતા કહ્યું હતું કે, “માતૃભાષામાં બોલતા શરમાશો નહીં”!

તુષારભાઈ મહેતાએ કહ્યું હતું કે, “વિદેશી અદાલતોના ચૂકાદાઓ પણ વાંચવા જોઈએ”! તેમણે વકીલાતના વ્યવસાયની મહત્તા સમજાવતા કહ્યું હતું કે, “વકીલાતના વ્યવસાયમાં તમારા સ્પર્ધકો એક જ સંકુલમાં હોય છે ! જેમાં મારી ભુલ બીજો જોઈ શકે છે, મારો વિજય બીજાના પરાજય પર આધારિત હોય છે, આ વ્યવસાયમાં ઉતાર ચઢાવ આવે !”

શ્રી તુષારભાઈ મહેતાએ સૂચક સંદેશો આપતા કહ્યું હતું કે, “સફળતાની સીડી ચઢતી વખતે તમે જે વિનમ્રતાપૂર્વક વર્તન કર્યું હશે તો તમને નીચે ઉતરતી વખતે એ જ લોકો મળશે તો તમને બધાંનો સહકાર મળી રહેશે ! અને વ્યવસાય વિનમ્રતાથી ચાલશે”! આજે ગરિમાપૂર્ણ વ્યવસાયમાં પોતાનું નામાંકન ભરીને દેશની સેવા કરવા, સમાજની સેવા કરવા એકઠા થયેલા વકીલોને તેમણે શુભકામના પાઠવી હતી ! અંતમાં તેમણે વકીલાતના વ્યવસાયનો મૂળ આધાર વિશ્વસનીયતા પર હોવા ભાર મુકયો હતો ! કામ ન હોય તો વ્યવસાયમાંથી ભાગવું નહીં એ તમને મળશે જ એવી શીખ પણ તેમણે આપી હતી !


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.