Western Times News

Gujarati News

GCS હોસ્પિટલ દ્વારા કેન્સર સારવાર માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ

હાલના સમયમાં પુરુષ અને સ્ત્રીઓમાં જોવા મળતા જુદા-જુદા પ્રકારના કેન્સર જેવા કે, મોઢા-ગળાના કેન્સર, પેટ-આંતરડાના કેન્સર, સ્તન કેન્સર, સ્વરપેટીનુ કેન્સર, ગર્ભાશયના મુખનુ કેન્સર તથા અન્ય પ્રકારના કેન્સર રોગ માટે દર્દીઓને અત્યારના કોવીડ-19ના સમયમાં સમયસર અને સુરક્ષિત રીતે સારવાર મળી રહે તે હેતુથી જીસીએસ હોસ્પિટલ દ્વારા 19 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી નિશુલ્ક સેકન્ડ ઓપિનિયન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે,

જેમાં જીસીએસ હોસ્પિટલના કેન્સર નિષ્ણાતો દ્વારા કેન્સરની સારવાર માટે નિઃશુલ્ક માર્ગદર્શન મળશે. કેન્સર રોગના નિદાન થયેલા દર્દીઓ આ નિ:શુલ્ક કેમ્પનો લાભ લઇ શકશે જેમાં નિષ્ણાંત કેન્સર ફિઝિશિયન ડો. કીર્તિભાઇ પટેલ અને ડો. કલ્પેશ પ્રજાપતિ તેમજ કેન્સર સર્જન ડો. દેવેન્દ્ર પરીખ, ડો. તનય શાહ અને ડો. આદિત્ય જોશીપુરા દ્વારા કેન્સર નિદાન થયેલ દર્દીઓને નિઃશુલ્ક કન્સલ્ટેશન મળશે.

આ કેમ્પમાં ભાગ લેવા દર્દીઓ 079 6604 8108 / 82008 12833 પર રજીસ્ટ્રેશન કરાઈ શકે છે. જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત (પ્રિ-એન્ટ્રી લેવલ) 1000-બેડની હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.