Western Times News

Gujarati News

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ઉત્તર પૂર્વના ૮ રાજ્યો સંગ ગુજરાતની કલા-કારીગરીનુ રાજકોટમાં પ્રદર્શન-નિદર્શન-સહ-વેચાણ

અમદાવાદ હાટ, વસ્ત્રાપુરમાં ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ઉત્તર પૂર્વ રાજ્યો અને ગુજરાતના એવોર્ડી, લુપ્ત થતી કલા, જીવંત નિદર્શન સાથે ૯૦ કલા-કારીગરો દ્વારા પ્રદર્શન-નિદર્શન-સહ-વેચાણ

અમદાવાદ હાટ, વસ્ત્રાપુરમાં ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ઉત્તર પૂર્વ રાજ્યો અને ગુજરાતની કલા સંસ્કૃતિનાં સમન્વય થી હાથશાળ-હસ્તકલાના કલા-કારીગરોને માર્કેટિંગ પ્લેટફોર્મ માટે જીવંત નિદર્શન સાથે પ્રદર્શન-સહ-વેચાણનુ તા.૨૨/૩/૨૦૨૩ થી તા.૨૪/૩/૨૦૨૩ દરમ્યાન “હસ્તકલા હાટ” ઈન્ડેક્ષ્ટ-સી દ્વારા આયોજન કરેલ છે.

ગુજરાત રાજયના ઉધોગ અને ખાણ વિભાગ હસ્તક કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગના નેજા હેઠળ ઈન્ડેક્ષ્ટ-સી દ્વારા હાથશાળ-હસ્તકલાનાં કારીગરોને રાજયના વિવિધ શહેરો તથા ગુજરાત બહારના અન્ય રાજ્યોમાં માર્કેટિંગ પ્લેટફોર્મ પુરૂ પાડવામાં આવે છે.

રાજયના અંતરિયાળ ગામોનાં હસ્તકલા-હાથશાળ, કુટિર અને ગ્રામોદ્યોગની વંશપરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતા કારીગરો દ્વારા રાજયના ભવ્ય, ભાતિગળ અને વૈવિધ્યપૂર્ણ કલા-વારસાની ગુજરાતની હસ્તકલાને ઉજાગર કરવા પ્રદર્શન-સહ-નિદર્શન યોજવામાં આવે છે.

એક ભારત શ્રેષ્ઠ ભારત” થીમ આધારીત “હસ્તકલા હાટ” નું તા.૧૮ માર્ચ થી ૩ એપ્રીલ સુધીમાં વડોદરા, અમદાવાદ, રાજકોટ અને માધવપુર-જિ.પોરબંદર મળી કુલ ૪ ઇવેન્ટનું આયોજન કરેલ છે. જેમાં ઉત્તર પૂર્વના ૮ રાજ્યોનાં  હાથશાળ-હસ્તકલાના કારીગરો માટે North Eastern Handicraft & Handloom Development Corporation (NEHHDC)

તથા ટ્રાયફેડના સંકલનથી ક્રાફ્ટ તથા ઓર્ગેનીક ફૂડ સ્ટોલ તેમજ ગુજરાતની વિવિધ ક્રાફ્ટનું કારીગરો દ્વારા જીવંત નિદર્શન તથા ફ્રાફ્ટ સ્ટોલ સ્ટોલ માટે મેળા-પ્રદર્શનોનું આયોજન છે. જેના ભાગ રૂપે તા.૨૨ થી ૨૪ માર્ચ દરમ્યાન અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે ૯૦ જેટલા કલા-કારીગરોનું “હસ્તકલા હાટ” નું આયોજન કરેલ છે.

આ “હસ્તકલા હાટ”માં ઉત્તર પૂર્વનાં આસામ, અરુણાચલ પ્રદેશ, મણીપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા મળી ૮ રાજયોની શીતલપટ્ટી, કેન એન્ડ બામ્બુ, મોતીકામ, બ્લેક સ્મિથ, ડ્રાય ફ્લાવર, બાસ્કેટ ટ્રે, જ્યુટ-વુડન વર્ક, જવેલરી, ડોલ એન્ડ ટોઝ તેમજ ટેક્ષટાઇલ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફટની વિવિધ કલા-કારીગરીનાં ક્રાફ્ટ સ્ટોલ તથા ઓગેર્નીક ફૂડ નાં સ્ટોલ ૪૯ જેટલા સ્ટોલમાં ૯૦ થી વધુ કારીગરો તથા સહાયક કારીગરો ભાગ લેનાર છે.

જે સાથે ગુજરાત રાજય ૪૦ થી વધુ સ્ટોલોમાં વિવિધ જિલ્લાના કલા-કસબીઓ ભાગ લેનાર છે. આ કલા-કારીગરો દ્વારા માટી કામ, કચ્છી-બાંધણી, અજરખ બ્લોક પ્રીન્ટ, કચ્છી એમ્બ્રોડરી, લેધર વર્ક, બીડ વર્ડ, ડબલ ઇકત પટોળા વણાટ, કચ્છી શાલ, હેન્ડલૂમ વસ્તુનું વણાટ, સાડી-દુપટા-શાલ વુલન-હેન્ડલૂમ વસ્તુઓ, પેચ વર્ક, મીનાકારી વર્ક, મોતીકામ, ગૃહ સુશોભનની વિગેરે હાથશાળ-હસ્તકલાની વિવિધ ચીજ-વસ્તુનું  જીવંત નિદર્શન સાથે  પ્રદર્શન-સહ-વેચાણ કરવામાં આવનાર છે.

જેમાં એવોર્ડી, લુપ્ત થતી કલા, સહકારી મંડળી, કલસ્ટર સહીત અનેક શ્રેષ્ઠ કલા-કારીગરો ભાગ લેનાર છે. ગુજરાતની હાથશાળ-હસ્તકલાની વિવિધ ચીજ વસ્તુની એક આગવી ઓળખ ઉભી થાય તે માટે ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ દ્વારા ગરવી-ગુર્જરી અમ્પોરીયાનો શો રૂમનું આયોજન કરેલ છે.

આ મેળાઓમાં વડોદરાનું ઇ.ડી.આઇ.આઇ., રાજકોટનું ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિ. તથા અમદાવાદ અને માધવપુર(પોરબંદર)નું ઇન્ડેક્ષ્ટ–સી દ્વારા સંચાલન કરવામાં આવનાર છે. આ સમગ્ર “હસ્તકલા હાટ” મેળાઓ ઈન્ડેક્ષ્ટ-સીના કાર્યવાહક નિયામકશ્રી ડી.એમ. શુકલ જી.એ.એસ.ના દિશા-સૂચન હેઠળ સૂક્ષ્મસ્તરીય આયોજન અને સંકલનથી કરેલ છે.

મેળા-પ્રદર્શનના માધ્યમથી ગુજરાતની હસ્તકલાને જીવંત રાખી, વિકસાવી કલા-કસબીઓને રોજગારી પુરી પાડવાના આ મેળા-પ્રદર્શનની સફળતા માટે શ્રી પ્રવીણ સોલંકી આઇ.એ.એસ. ચેરમેનશ્રી, ઇન્ડેક્ષ્ટ-સી અને સચિવશ્રી, ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગુજરાત સરકાર ના માર્ગદર્શન હેઠળ આયોજન કરેલ છે.

“હસ્તકલા હાટ”નું ઉદ્દઘાટન” તા.૨૨-૩-૨૦૨૩ ના રોજ સાંજના ૫:૩૦ કલાકે કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ રાજય કક્ષા મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્મા(પંચાલ)ના વરદહસ્તે કરવામાં આવનાર છે. “હસ્તકલા હાટ”માં ઉત્તર પૂર્વ તેમજ ગુજરાત રાજયના કારીગરોને ભાગ લેવા અને રાજકોટની કલાપ્રેમી જનતાને આ હસ્તકલા હાટની મુલાકત લઇ કારીગરોને પ્રોત્સાહિત કરવા ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.