હાટકેશ્વર બ્રિજ: દોષિતોને કડક સજા કરવામાં આવશે: અમદાવાદ મ્યુનિ. કમિશ્નર
હાટકેશ્વર બ્રિજની ગુણવત્તા ચકાસવા ત્રણ નિષ્ણાંત અધિકારીઓની કમિટિની રચના
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના હાટકેશ્વર વિસ્તારના છત્રપતિ શિવાજી બ્રીજ મુદ્દે મ્યુનિ. બોર્ડમાં હોબાળો થયા બાદ મ્યુનિ. કમિશ્નરે બ્રીજના રિપોર્ટ ૧પ એપ્રિલ સુધીમાં જાહેર કરવામાં આવશે એવી ખાતરી આપી હતી તેમજ બ્રિજ મામલે રૂરકીના રિપોર્ટ બાદ ત્રણ નિષ્ણાંતોની કમિટિ બનાવવામાં આવી છે. કમિટિ તરફથી જે પણ નિર્ણય લેવામાં આવશે તેના આધારે બ્રિજના દોષિતો સામે કાર્યવાહી થશે.
મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસનના જણાવ્યા મુજબ અમદાવાદના હાટકેશ્વર બ્રિજ મામલે એક કમિટીની રચના કરવામાં આવી છે જેમાં આઈઆઈટી ગાંધીનગરના એમ.ડી કન્સલટન્ટ, આઈઆઈડી રૂડકીના આસીસ્ટન્ટ પ્રોફેસર શ્રી સંજય ચિકરમાને અને મુંબઈના નિષ્ણાંત અધિકારી ઉમેશભાઈ રાજસીરકેનો સમાવેશ કરવામાં આવ્યો છે
તેઓ બ્રિજમાં થતા સેટલમેન્ટ, બ્રિજના રીસ્ટોરેશન, બ્રિજની ગુણવત્તા બાબતે ચકાસણી કરશે. આ અધિકારીઓ દ્વારા સમગ્ર બ્રિજ મામલે તપાસ કરી અને આગામી ૧૫ એપ્રિલ સુધીમાં રિપોર્ટ આપવામાં આવશે. બ્રિજના તમામ પ્રકારના ટેસ્ટ અને રિપોર્ટોના આધારે કોન્ટ્રાક્ટર કંપની પ્રોજેક્ટ મેનેજમેન્ટસી અને કોર્પોરેશનના જે પણ જવાબદાર અધિકારી હશે
તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. હાટકેશ્વર બ્રિજ મામલે વધુમાં વધુ હવે ૧૫ એપ્રિલ સુધીમાં ર્નિણય લઈ લેવામાં આવશે.
હાલ બ્રિજના પિલ્લર અને પિયર વગેરેના ચાલી રહ્યા છે જેનો ચારથી પાંચ દિવસમાં રિપોર્ટ આવશે. હાટકેશ્વર બ્રિજનો રુડકીનો રિપોર્ટ આવી ગયો છે. બ્રિજમાં ક્વોલિટી બાબતે જે પ્રશ્ન સામે આવ્યો છે.
તેના માટે જ નિષ્ણાત અધિકારીઓની કમિટી બનાવવામાં આવી છે તેના દ્વારા રિપોર્ટ આપવામાં આવશે કે હાટકેશ્વર બ્રિજમાં જ્યાં સ્પાનમાં પ્રોબ્લેમ છે તેને તોડવો, કેટલો ભાગ તોડવો આખો બ્રિજ તોડી નાખવો કે પછી બ્રિજના અન્ય ભાગોમાં કેવી રીતે સમાર કામગીરી કરાય તે વગેરે બાબતોની અમે રિપોર્ટોના આધારે ચકાસણી કરી અને ટૂંક જ સમયમાં બ્રિજ મામલે ર્નિણય લઈ લેવામાં આવશે.
હાટકેશ્વર બ્રિજ મામલે ખૂબ જ મજબૂત કેસ બનાવવામાં આવશે. જેનાથી આગામી સમયમાં આવી રીતે ક્યાંય પણ બેદરકારી ન રહી જાય બ્રિજ મામલે બનાવેલી કમિટી દ્વારા જે રિપોર્ટ આપવામાં આવશે તેના આધારે અમે ર્નિણય કરીશું કે કોન્ટ્રાક્ટર કંપની પાસેથી પૈસાની રિકવરી કરવી કે રીતે સમગ્ર બાબતે ર્નિણય લેવો
પરંતુ આ કેસમાં એક વખત રિપોર્ટ આવ્યા બાદ જ કોન્ટ્રાક્ટર કંપની, પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ કંપની અને કોર્પોરેશનના જે તે જવાબદાર અધિકારીઓ હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અમારા તમામ પ્રકારના રિપોર્ટો અને ફાઈલ તૈયાર જ છે માત્ર કમિટીના રિપોર્ટના આધારે આગામી ૧૫ એપ્રિલ સુધીમાં અમે ર્નિણય લઈ લઈશું તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.