આખરે અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ 5 વર્ષમાં તોડી પાડવાનો નિર્ણય લેવાયો
અમદાવાદ, શહેરના હાટકેશ્વરમાં આવેલા ખખડધજ છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ બનાવવામાં ગેરરિતી આચરવાની ઘટના પ્રકાશમાં આવી હતી. તપાસ બાદ આખરે આ બ્રિજને તોડી પાડવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
બ્રિજ બનાવવામાં ગેરરિતી આચરનારા મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવામાં આવશે. જવાબદારો સામે પગલા ભરવા અંગે એએમસી દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. Ahmedabad Hatkeshwar bridge issue
બ્રિજની ગુણવત્તા અને તેને બંધ કરવાના મુદ્દે તપાસ કરવામાં આવી હતી જેમાં તેની ગુણવત્તા નબળી હોવાનું સામે આવ્યું હતું. સ્થાનિક દ્વારા તથા બ્રિજની નજીકમાં જેમના ધંધા-રોજગાર છે તેમણે પણ ખખડધજ બ્રિજના કારણે જીવનું જાેખમ ઉભું થવાની ચિંતા વ્યક્ત કરી હતી.
બ્રિજ ખખડી ગયા મુદ્દે સવાલો ઉઠ્યા બાદ આ મામલે સરકારી તથા ખાનગી એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી હતી. રૂડકી આઈઆઈટી (IIT-Roorkee- @iitroorkee) દ્વારા પણ બ્રિજની ગુણવત્તા અંગે તપાસ કરવામાં આવી હતી.
તપાસ બાદ રૂડકી આઈઆઈટી દ્વારા બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવા માટે ભલામણ કરવામાં આવી હતી. બ્રિજની ગુણવત્તા શંકાસ્પદ જણાયા બાદ કમિશનર દ્વારા ત્રણ સભ્યોની કમિટી બનાવીને તપાસના આદેશ આપવામા આવ્યા હતા. જે બાદ આ કમિટીએ તપાસ કરીને રિપોર્ટ કમિશનરને સોંપ્યો હતો.
બ્રિજની ગુણવત્તા નબળી હોવાનું સામે આવતા અને તે જાેખમી હોવાનું જણાતા હવે તેને ઉતારી લેવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. સરકાર માન્ય એજન્સી CIMEC દ્વારા કરાયેલી તપાસમાં પણ બ્રિજની ગુણવત્તા અને તેને બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા મટિરિયલ સામે સવાલ ઉભા કરાયા હતા. જેમાં બ્રિજના સ્પનના ઉપયોગમાં લેવાયેલો કોંક્રીટ શંકાસ્પદ જણાયો હતો. આ રિપોર્ટમાં નિયમ ધોરણ કરતા પણ ઓછી કોંક્રેટ વાપરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ રિપોર્ટમાં કરાયો છે.
નિયમ પ્રમાણે ગ્રેડ ફો કોંક્રીટ ઓછામાં ઓછો ત્રણગણો હોવો જાેઈએ. જેમાં ટેસ્ટ રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. તપાસમાં ગ્રેડ ઓફ ક્રોકિટ માત્ર ૧.૪૮થી ૨.૫૯ મળી આવી હતી. વર્ષ ૨૦૧૫માં વર્ક ઓર્ડર મળ્યા બાદ વર્ષ ૨૦૧૭માં બ્રિજનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું.
જેની પાછળ અંદાજીત ૪૦થી ૪૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. સૌથી પહેલા માર્ચ ૨૦૨૧માં બ્રિજમાં ગાબડાં પડવાની ઘટના બની હતી. જે બાદ ફેબ્રુઆરી અને જૂન ૨૦૨૨માં બ્રિજમાં ગાબડાં પડ્યા હતા. બ્રિજમાં કોંક્રીટ ક્રશની ઘટના સામે આવતા સમારકામ માટે ત્રણ કન્સલ્ટન્ટ કમિટીની ભલામણ કરવામાં આવી હતી. ત્રણ કન્સલ્ટન્ટ કમિટીએ જરુરી તપાસ માટે NDT ટેસ્ટ કરવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ કોઈ કારણોસર આ ટેસ્ટ કરવામાં આવ્યો નહોતો.
આખરે સપ્ટેમ્બર ૨૦૨૨માં બ્રિજ બન્ને સ્પાનના ટેસ્ટ હાથ ધરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન બ્રિજના ઘણાં ભાગોમાં કોંક્રીટની સ્ટ્રેન્થ નબળી હોવાનું અને ગુણવત્તા શંકાસ્પદ જણાઈ હતી. હવે આ બ્રિજનું સમારકામ કરવું લગભગ અશક્ય હોવાનું જણાતા તેને ઉતારી લેવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.SS1MS
1 thought on “આખરે અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ 5 વર્ષમાં તોડી પાડવાનો નિર્ણય લેવાયો”
Comments are closed.