અમદાવાદમાં વીજળીના કડાકા-ભારે પવન સાથે વરસાદ વરસ્યો
શહેરના અનેક વિસ્તારોમાં વરસાદઃ ભારે બફારા અને ઉકળાટ વચ્ચે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી
અમદાવાદ, રાજ્યમાં ચોમાસાની વિદાય વેળાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ થયો હતો. આ સાથે જ ભારે બફારા અને ઉકળાટ વચ્ચે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
અમદાવાદના એસ.જી. હાઇવે, મકરબા, ગોતા, પ્રહલાદનગર, સરખેજ, આશ્રમ રોડ અને પૂર્વના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો.
અમદાવાદમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ભારે ઉકળાટ અને ગરમીથી અમદાવાદીઓને થોડી રાહત મળી છે.
સાણંદ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે. લાંબા વિરામ અને હવામાન વિભાગની આગાહીના પગલે ધીમીધારે વરસાદ વરસ્યો છે. સાણંદના ગ્રામ્ય પંથકમાં સતત વરસાદથી પાણી પાણી થયું છે.
નોંઘનીય છે કે, ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થવાની શરૂઆત થઇ ગઇ છે. તો બીજી બાજુ રાજ્યમાં પાંચ દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ સહિત ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.