ભારે વરસાદ પછી પાણી ભરાવાના કારણે અમદાવાદમાં ટ્રાફિક જામની સમસ્યા

file
શિવરંજની ફ્લાયઓવર પર પણ સવારે 10 વાગે ટ્રાફિક જામ થયો હતો, આ ઉપરાંત નહેરુનગરથી શિવરંજની જતા રસ્તા પર પણ ટ્રાફિક જોવા મળ્યો હતો. પરિમલ ગાર્ડન, આંબાવાડી સર્કલ પર પાણી ભરાતા ટ્રાફિકની સમસ્યા ઉદભવી હતી.
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં મોડી રાત્રે અને સવારે પડેલા વરસાદને કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે વાહન વ્યવહારમાં અવરોધ ઊભો થયો છે.
આવી પરિસ્થિતિમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરીજનોને તેમના કામકાજ અને નોકરી-ધંધા માટે એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી અવરજવર કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
શહેરના એસ.જી. હાઈવે, સી.જી. રોડ, આંબાવાડી, નવરંગપુરા, પાલડી અને નરોડા જેવા મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. આ પરિસ્થિતિ નિવારવા માટે ટ્રાફિક પોલીસ કાર્યરત છે.
શિવરંજની ફ્લાયઓવર પર પણ સવારે 10 વાગે ટ્રાફિક જામ થયો હતો, આ ઉપરાંત નહેરુનગરથી શિવરંજની જતા રસ્તા પર પણ ટ્રાફિક જોવા મળ્યો હતો. પરિમલ ગાર્ડન, આંબાવાડી સર્કલ પર પાણી ભરાતા ટ્રાફિકની સમસ્યા ઉદભવી હતી.
View this post on Instagram
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું કે પંપિંગ સ્ટેશનો પૂરી ક્ષમતા સાથે કાર્યરત છે અને શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઉલેચવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
ટ્રાફિક પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જે વિસ્તારોમાં વધુ પાણી ભરાયા હોય ત્યાં વાહન ન ચલાવે અને અત્યંત જરૂરી હોય તો જ બહાર નીકળે. વરસાદી મૌસમ દરમિયાન સલામતી માટે ટ્રાફિક નિયમોનું પાલન કરે તેવી પણ અપીલ કરવામાં આવી છે.
વેસ્ટર્ન ડિર્સ્ટબર્ન્સને પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ ખાબક્્યો છે. મંગળવારે (છઠ્ઠી મે) અમરેલી જિલ્લાના ડુંગર માંડલ બાલાપર મસુંદડા સહીત ગામડામાં પવન સાથે વરસાદ શરૂ છે. તો સુરતમાં પણ ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો છે.
View this post on Instagram
અરવલ્લી જિલ્લામાં આજે કમોસમી વરસાદે દસ્તક આપી હતી, આ દરમિયાન બાયડ રેલવે ફાટક નજીક ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થતા વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું. ભાવનગરમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. મહુવા તાલુકાના કોટિયા, કળમોદર, બગદાણા કરા સાથે કમોસમી વરસાદ ખાબક્્યો હતો. સતત બીજા દિવસે માવઠાના કારણે ખેતી પાકો બરબાદ થયા હતા.
ખેડૂતોના ડુંગળી, કેરી સહિતના પાકોને વ્યાપક નુકસાન થવાની સંભાવના છે. મહીસાગર જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારથી ખાનપુર તાલુકામાં ઝરમર વરસાદની શરૂઆત થઈ છે. મોટા ખાનપુર, નાના ખાનપુર, કારંટા, ભાદરોડ અને રંગેલી સહિતના ગામોમાં સવારથી ઝરમર વરસાદ પડી રહ્યો છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ૪ દિવસ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્ય સરકારે લોકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને સલામત સ્થળે રહેવા માટે અપીલ કરી છે. આ ઉપરાંત ખેડૂતોને તકેદારી રાખવા માટે માર્ગદર્શિકા બહાર પડાઇ છે. ખેતરમાં પડેલો પાક ન પલળે તે માટે સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે.
View this post on Instagram
કમોસમી વરસાદથી જાન-માલને થયેલા નુકસાનના આંકડા જાહેર
રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક વિસ્તારોમાં અતિભારે પવન સહિત કમોસમી વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. ગઈકાલે મોડી રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ અમદાવાદ શહેરના સેટેલાઈટ, મેમનગર સહિત કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડ્યો હતો.
તે સહિત રાજ્યના લગભગ ૧૩ જિલ્લામાં ચોવીસ કલાક દરમિયાન આંધી અને વરસાદને કારણે જાન-માલને થયેલા નુકસાનના આંકડા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. આ અંગે પ્રાપ્ત સત્તાવાર વિગતો અનુસાર, રાજ્યના અમદાવાદ, અરવલ્લી, આણંદ, ખેડા, ગાંધીનગર, દાહોદ, નર્મદા, પંચમહાલ, બનાસકાંઠા, મહીસાગર, મહેસાણા, વડોદરા તથા સુરેન્દ્રનગર એમ ૧૩ જિલ્લામાં બદલાયેલા હવામાનને કારણે જાન-માલને નુકસાન થયું હતું.
આંધી અને વરસાદને કારણે ખેડા જિલ્લામાં સૌથી વધુ ચાર, વડોદરા જિલ્લામાં ત્રણ, અમદાવાદ, અરવલ્લી, દાહોદ જિલ્લાઓમાં ૨-૨ તથા આણંદ જિલ્લામાં એક એમ કુલ ૧૪ વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત વિવિધ જિલ્લામાં કુલ ૧૬ વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ થઈ છે. આ કમોસમી વરસાદે વિવિધ જિલ્લામાં કુલ ૨૬ પશુઓનો પણ ભોગ લીધો છે. જ્યારે સાત મકાનોને નુકસાન થયું હોવાનું રાજ્ય સરકારની સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.