અમદાવાદમાં હેરિટેજ વૉકથી ભારે પ્રભાવિત થયા જાપાનના પ્રોફેસર
(એજન્સી)અમદાવાદ, યુનેસ્કો દ્વારા ભારતના સૌ પ્રથમ અને એક માત્ર હેરિટેજ સીટી તરીકે જાહેર થયેલા અમદાવાદની પોતાની પ્રથમ મુલાકાતે આવેલા પ્રો. કીશી હેરિટેજ વૉકમાં સામેલ થયા હતા. દેખીતી રીતે જ શહેરના સ્થાપત્યના સમૃધ્ધ ઐતિહાસિક વારસાથી પ્રભાવિત થયા હતા.
૭૨ વર્ષની વયના પ્રો.કીશી પ્રસિદ્ધ અર્બન પ્લાનર અને ઈન્સ્ટિટ્યુટ ઓફ ટાઉન પ્લાનર્સ, નવી દિલ્હીના ભૂતપૂર્વ પ્રમુખ એન.કે પટેલને પણ મળ્યા હતા. નિરમા યુનિવર્સિટીના ઈન્સ્ટ્ટ્યુટ ઓફ આર્કિટેકચર એન્ડ પ્લાનિંગ ડિરેકટર પ્રો. ઉત્પલ શર્મા, સેપ્ટ યુનિવર્સિટીના પ્રો. સારસ્વત બંદોપાધ્યાય અને અન્ય પ્રસિધ્ધ ટાઉન પ્લાનર્સ અને ડિઝાઈનર્સે માઈક્રો લેન્ડ મેનેજમેન્ટ અને શહેરી આયોજનનાં અન્ય પાસાં અંગે તેમની સાથે ચર્ચા કરી હતી.
એન.કે પટેલે ટાઉન પ્લાનિંગ અંગે લખેલાં બે પુસ્તકો પ્રો. કીશીને ભેટ આપ્યા હતા. પ્રો. કીશીએ એન.કે પટેલની શહેરી આયોજનમાં રૂચી અંગે પ્રંશંસા વ્યક્ત કરી હતી અને શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાનની સરાહના કરી હતી. પ્રો. કીશીએ એતિહાસિક સ્થપતિ લા કાર્બુઝિયરે ડિઝાઈન કરેલા સંસ્કાર કેન્દ્ર, અમદાવાદ મિલ ઓનર્સ એસોસિએશન (આત્મા) હાઉસ અને વીલા સારાભાઈની મુલાકાત લીધી હતી.
જાેગાનુજાેગ છે કે, લા કાર્બુઝિયરના મોનોગ્રાફથી પરીચત થયા પછી તેમણે સ્થપતિ થવાનો ર્નિણય કર્યો હતો. તેમણે લુઈસ કહંને ડિઝાઈન કરેલા ઈન્ડીયન ઈન્સ્ટિટયુટ ઓફ અમદાવાદના જૂના સંકુલની મુલાકાત લીધી હતી.તેમણે કહ્યું કે, ‘આપણે અનેક સ્થાનોનો નાશ કરી રહ્યા છીએ પણ હેરિટેજ અને ઈતિહાસની જાળવણી કરવામાં આવે તે ખૂબ જ આવશ્યક છે.
હેરિટેજની જાળવણીની કોઈ એક જ કે સરળ ફોર્મ્યુલા નથી, પરંતુ સરકાર અને સમાજ બંનેએ આ ઉદ્દેશ માટે પ્રદાન કરવુ જાેઈએ.’ આ વૃધ્ધ સ્થપતિએ જાપાન, ચીન અને અન્ય દેશોમાં આઈકોનિક મ્યુઝિયમ્સ, કોમર્શિયલ અને રેસિડેન્શ્યલ બિલ્ડીંગ્ઝ સરકારી કચેરીઓનુ ડિઝાઈનિંગ કર્યુ છે અને તે ક્યોટોના યુનિવર્સિટીઓમાં શિક્ષણ આપે છે.