અમદાવાદમાં 100 મીટર ઉંચી 36 માળની બિલ્ડીંગો બનશે
હાલમાં 14 થી 15 માળના ઓફિસ અને રહેણાંકના બિલ્ડીંગો બને છે હવે અમદાવાદમાં આકાશને આંબતી ગગનચુંબી ઈમારતો બનશે
(પ્રતિનિધિ) અમદાવાદ, આગામી દિવસોમાં અમદાવાદીઓ વાદળોને નજીકથી નિહાળી શકે, આકાશના નજારાને જાણે કે સમીપથી માણી શકે તેવી સ્થિતિનું નિર્માણ થવા જઈ રહયું છે. બાંધકામ ક્ષેત્રે આમૂલ પરિવર્તનો આવી રહયા છે. શહેરમાં હાઈ- રાઈઝ બિલ્ડિંગ ૧૪-૧પ માળના (રેસીડેન્સીયલ) બની રહયા છે.
પરંતુ હવે આગામી વર્ષોમાં ગગનચુંબી ઈમારતો ઉભી થનાર છે એટલે ડોક ઉંચી કરીને જોશો તો 100 મીટર ઉંચી અર્થાત અંદાજે 328 ફૂટ કરતા ઉંચી આકાશને આંબતી ઈમારતો નજરે પડશે.
રાજયમાં કુલ ૩૦ જેટલી ગગનચુંબી ઈમારતો બનશે જેમાં રહેણાંક તથા વ્યાપાર-ધંધા માટેની ઈમારતો અલગ અલગ રહેશ જેને ઉંચાઈ પર રહેવુ ગમે છે તેના માટે તો બખ્ખા છે કારણ કે અમદાવાદમાં લગભગ રપ જેટલી સ્કાયસ્કેપર્સ (ગગનચુંબી), ઈમારતોનું નિર્માણ આગામી વર્ષોમાં થશે. 100 મીટરની ઉંચાઈવાળી બિલ્ડિંગમાં કયા ફલોર પર મકાન લેવુ છે કે ઓફિસ લેવી છે તે અમદાવાદીઓએ અત્યારથી જ નકકી કરી લેવુ પડશે.
અમદાવાદ, સુરત અને વડોદરામાં ગગનચુંબી ઈમારતો બનવા જઈ રહી છે. આગળ જણાવ્યુ તે મુજબ અમદાવાદમાં અંદાજે રપ ગગનચુંબી ઈમારતોનું નિર્માણ થશે સુરત-ગાંધીનગરમાં બે ઈમારતો તથા વડોદરામાં એક ઈમારત ઉભી થશે.
સ્કાયસ્કેપર્સી (ગુગનચુંબી) ઈમારતોમાં કે જે ૩૦ બનનાર છે તેમાં ર૦ રેસીડેન્સીયલ, ૭ કોમર્શિયલ, બે ઈમારતો મિકસી પ્રકારે ઉપયોગમાં લઈ શકાય તે મુજબ હશે. તો એક પબ્લિક બિલ્ડિંગ પ્રકારની હશે. મતલબ કે અમદાવાદમાં ગગનચુંબી ઈમારતોમાં રેસીડેન્શીયલ – કોમર્શિયલ બંને હશે.
દેશની આર્થિક રાજધાની મુંબઈ સહિત વિશ્વમાં જે મોટા મેટ્રો શહેરો છે તેમાં ગગનચુંબી ઈમારતો જોવા મળે છે આ ગગનચુંબી ઈમારતો બનશે તે સંપૂર્ણ રીતે સુરિક્ષત હશે તેના પર વિશેષભાર મુકવામાં આવશે. આ ઈમારતોને તૈયાર કરતા ખાસ્સો એવો સમય વીતિ જશે પરંતુ સકાયસ્ક્રેપર્સ બિલ્ડિંગમાં રહેવા તથા ઓફિસો ખોલવા માટે જેને ઉંચાઈ ગમે છે તેવા લોકો માટે પ્રોપર્ટી ખરીદવાની ઉત્તમ તક હશે તેવુ નિષ્ણાંતોનું મંતવ્ય છે.