અમદાવાદઃ માનવ તસ્કરી રેકેટનો પર્દાફાશ
અમદાવાદ, ગુજરાત રાજ્યમાંથી સગીર છોકરીઓના અપહરણ અને વેચાણ સાથે સંકળાયેલા કેસ સતત વધી રહ્યા છે. માનવ તસ્કરી રેકેટની તપાસમાં એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં ૧૩ વર્ષની છોકરીને છેલ્લા ૮ વર્ષ દરમિયાન લગભગ ૧૫ લોકોને વેચવામાં આવી હતી. Ahmedabad: Human trafficking racket busted
આ દરમિયાન ૧૫ લોકો સાથે તેના લગ્ન કરાવાયા હતા અને તેની સાથે જેમના લગ્ન કર્યા એમની ઉંમર અંદાજે ૩૦થી ૪૫ વર્ષ વચ્ચેની હતી. આ તસ્કરી રેકેટની તપાસમાં સામે આવ્યું કે આ છોકરીને ૨ લાખથી ૨.૫ લાખ રૂપિયામાં વેચવામાં આવી હતી.
એવો પણ અંદાજાે લગાવાઈ રહ્યો છે કે આવી એક નહીં ૮થી વધુ છોકરીઓ આ રેકેટમાં ફસાઈ ચૂકી છે. પોલીસે તપાસ દરમિયાન જણાવ્યું કે માનવ તસ્કરી રેકેટમાં ૧૩ વર્ષની છોકરી (નિશા- નામ બદલ્યું છે) ૮ વર્ષમા ગુજરાતમાં જ ૧૫ પુરુષોને પત્ની તરીકે વેચી દેવામાં આવી હતી. એટલું જ નહીં આ રેકેટમાં મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનથી શખ્સો સંડોવાયેલા હોવાની માહિતી મળી રહી છે.
જેમાંથી અશોક પટેલ એનો માસ્ટર માઈન્ડ હતો, તેણે એ ૧૩ વર્ષીય છોકરીની મદદથી ગુજરાત રાજ્યમાંથી ૧૫થી વધુ છોકરીઓનું અપહરણ કર્યું હતું. ત્યારપછી તેમને વેચી દીધી હતી.
અમદાવાદના કણભા ગામથી ૧૧ મેના દિવસે પોલીસે એક ગુમ થયેલી કિશોરીને શોધી કાઢી હતી. આ દરમિયાન તેણે પોલીસને સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો હતો. તેવામાં ૧૩ વર્ષીય નિશાની માહિતી પણ મળી હતી. હવે પોલીસ આ રેકેટની પહેલી પીડિતા નિશાની તપાસ કરી રહી છે.
કારણ કે નિશાની સાથે અમાનવીય કૃત્ય થયું હતું. એટલું જ નહીં તે આસપાસના વિસ્તારોમાંથી ઘણી છોકરીઓનું અપહરણ થયું એની પણ સાક્ષી રહી ચૂકી છે. જેથી જાે નિશાની તપાસ પોલીસને થઈ જાય તો આગળ અન્ય પીડિતાઓને બચાવી શકાય છે. અમદાવાદ જિલ્લાના કણભા ગામમાંથી ૧૧ મેના રોજ ગુમ થયેલી છોકરીને પોલીસે શોધી હતી.
આ દરમિયાન માનવ તસ્કરીના આ રેકેટનો પર્દાફાશ થયો હતો. પોલીસે જ્યારે આ છોકરીને બચાવી ત્યારે માનવ તસ્કરી રેકેટને ચલાવતા મુખ્ય આરોપીઓના નામ સામે આવ્યા હતા. તેમાં અશોક પટેલ તેની પત્ની રેણુકા અને તેના પુત્ર રૂપલ મેકવાનનું નામ સામે આવ્યું હતું. આ ત્રણેય ઓઢવના રહેવાસીઓ છે.
કાર્યવાહી કરી માનવ તસ્કરી રેકેટનો પર્દાફાશ થતા માસ્ટર માઈન્ટ અશોક પટેલના અન્ય ગેંગ મેમ્બરોની ધરપકડ થઈ હતી. પોલીસે મોતી સેનમા, અમરતજી ઠાકોર, ચેહરસિંહ સોલંકીની ધરપકડ કરી લીધી છે. પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે ગુજરાતમાં આ માનવ તસ્કરીનું રેકેટ છે એ વધારે ફેલાઈ ગયું છે.
હજુ તો શરૂઆતી તબક્કાની કામગીરીમાં આ પ્રમાણે માહિતી સામે આવી છે. તો આગળ જતા પોલીસને ખાતરી છે કે અનેક મોટા ઘટસ્ફોટો થઈ શકે છે. અશોક પટેલે અમદાવાદથી નિશાનું અપહરણ કર્યું હતું. ત્યારપછી આ માનવ તસ્કરી રેકેટમાં તેને પણ સામેલ કરવા માટે આ ગેંગના સભ્યોએ તમામ હદો વટાવી નાખી હતી.
પ્રાપ્ત વિગતો પ્રમાણે નિશા (પીડિતાનું નામ બદલ્યું છે) આ માનવ તસ્કરી રેકેટમાં મદદ કરવા માટે ટકોર કરાઈ હતી. જાેકે તેણે ના પાડતા આ રેકેટના માસ્ટર માઈન્ડ અશોક પટેલે તેની સાથે બળજબરી પૂર્વક શારિરીક સંબંધો બાંધ્યા. એટલું જ નહીં તેને ટોર્ચર કરી અનેક વાર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્યુ આચર્યું હતું. વિગતો પ્રમાણે વર્ષમાં ૨ વાર આ છોકરીને ૩૦થી ૪૫ વર્ષના લોકો સાથે તેના લગ્ન કરાવાતા હતા. આ પ્રમાણે તેની સાથે લગભગ ૨૦૧૫થી થઈ રહ્યું છે.
ત્યારપછી નિશાની મદદથી તેઓ આસપાસના વિસ્તારની અન્ય છોકરીઓનું પણ અપહણ કરતા હતા. પોલીસ અત્યારે અશોકે મુંબઈમાં અઢળક રૂપિયા આપી જે છોકરીને વેચી હતી તેની શોધખોળ શરૂ કરી હતી. અશોકના તાર રાજસ્થાન અને મહારાષ્ટ્રના માનવ તસ્કરી કરી રહેલી ગેંગ સાથે હોવાનું પણ સામે આવ્યું છે.SS1MS