Ahmedabadમાં બેરોકટોક થતા ગેરકાયદેસર બાંધકામો સામે તાકિદે પગલાં લેવા સ્ટે. કમિટિનો આદેશ

પ્રતિકાત્મક
રાજય સરકાર તરફથી થોડા સમય પહેલા મેરેજ સર્ટિફિકેટમાં વર-કન્યાના ફોટા રાખવા માટે સુચના આપવામાં આવી હતી.
ચોમાસા પૂર્વે ડ્રેનેજ લાઈનોની સફાઈ માટે સુચના આપવામાં આવી: હિતેશ બારોટ
(પ્રતિનિધિ) અમદાવાદ, સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામોનો ધંધો લગભગ કાયમી બની ગયો છે. મ્યુનિ. એસ્ટેટ વિભાગના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ, સ્થાનિક રાજકારણીઓ અને કોન્ટ્રાકટરોની મીલીભગતના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર બાંધકામો થઈ રહયા છે
જેની સામે તાકિદ કાર્યવાહી કરવા મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ તરફથી સુચના આપવામાં આવી છે આ ઉપરાંત ડ્રેનેજ ડીસીલ્ટીંગ કાયમી એચઓડી, વગેરે બાબતે પણ કમિટિમાં ચર્ચા થઈ હતી. મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન હિતેશભાઈ બારોટે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે શહેરના તમામ ઝોનમાં મંજુરી વિના બાંધકામો થઈ રહયા છે
એસ્ટેટ વિભાગના અધિકારીઓ માત્ર નોટિસો આપીને સંતોષ માને છે તેમજ મળતી ફરિયાદોના આધારે પણ કાર્યવાહી કરતા નથી જયારે આ પ્રકારના બાંધકામો પુરા થઈ જાય છે અને વપરાશ શરૂ થાય છે તેવા સમયે અગમ્ય કારણોસર કેટલાક કિસ્સામાં અધિકારીઓ સફાળા જાગ્રત થાય છે અને બાંધકામ તોડવા માટે કાર્યવાહી કરે છે.
આવી સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે આવા ગેરકાયદેસર બાંધકામ શરૂ થાય તે સાથે જ તેની સામે ડિમોલેશનની કામગીરી કરવી જાેઈએ આ અંગે તમામ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ અધિકારીઓને ખાસ તાકિદ કરવામાં આવી હતી.
ગત ચોમાસાની સીઝન દરમિયાન શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા વિકરાળ બની હતી આગામી ચોમાસામાં આવી સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે અત્યારથી જ ડ્રેનેજ લાઈનોની સફાઈ કરવા માટે તાકિદ કરવામાં આવી છે તેમજ જરૂર લાગે તો ત્રણથી ચાર રાઉન્ડ ડીસલ્ટીંગની સુચના આપવામાં આવી છે.
મ્યુનિ. કોર્પો.માં એચઓડી હોદ્દા પર મોટાભાગના અધિકારીઓ ચાર્જમાં છે તેથી આ હોદ્દા પર કાયમી ધોરણે નિમણુંક કરવામાં આવે તે માટે પણ ચર્ચા કરવામાં આવી હતી રાજય સરકાર તરફથી થોડા સમય પહેલા મેરેજ સર્ટિફિકેટમાં વર-કન્યાના ફોટા રાખવા માટે સુચના આપવામાં આવી હતી.
પરંતુ મ્યુનિ. કોર્પો. પાસે આ પ્રકારનું સોફટવેર ન હોવાથી હાલ પુરતુ સર્ટિફિકેટની કામગીરી સ્થગિત કરવામાં આવી છે. સરકાર તરફથી સોફટવેર ઉપલબ્ધ થયા બાદ તેની કામગીરી શરૂ કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.