સંયુક્ત માહિતી નિયામક હિમાંશુ ઉપાધ્યાયને નિવૃત્તિ વેળાએ માનભેર વિદાય અપાઈ
માહિતી વિભાગના સંયુક્ત સચિવ શ્રી કે.એલ.પટેલ અને નાયબ સચિવ શ્રી દીપ પટેલ, અધિક માહિતી નિયામક શ્રી અરવિંદભાઈ પટેલ તથા અધિક માહિતી નિયામક શ્રી પુલક ત્રિવેદીની પ્રોત્સાહક ઉપસ્થિતિ
માહિતી વિભાગના વિવિધ વિભાગોના અધિકારીઓ-પદાધિકારીઓએ શ્રી હિમાંશુ ઉપાધ્યાય સાથેના પોતાના કાર્યકાળ દરમિયાનના યાદગાર ક્ષણો-અનુભવો વ્યકત કર્યા
પોતાના સુદીર્ઘ કાર્યકાળ દરમિયાનના ઘણા પ્રસંગો અને ક્ષણો યાદ કરતા ભાવુક થયા શ્રી હિમાંશુ ઉપાધ્યાય
શ્રી હિમાંશુ ઉપાધ્યાયનું નિવૃત્તિ જીવન સુખમય અને નિરોગી નીવડે તેવી શુભેચ્છા સાથે ભાવભીની વિદાય આપતી અમદાવાદ જિલ્લા માહિતી કચેરી
માહિતી નિયામક શ્રી આર.કે.મહેતા, માહિતી વિભાગના સંયુક્ત સચિવ શ્રી કે.એલ.પટેલ અને નાયબ સચિવ શ્રી દીપ પટેલ, અધિક માહિતી નિયામક શ્રી અરવિંદભાઈ પટેલ તથા અધિક માહિતી નિયામક શ્રી પુલક ત્રિવેદીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં માહિતી વિભાગના ઉતર ગુજરાત વિભાગના સંયુક્ત માહિતી નિયામક શ્રી હિમાંશુ ઉપાધ્યાયને ઉત્તર ગુજરાત વિભાગના અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, અરવલ્લી, હિંમતનગર, ભાવનગર, બોટાદ જિલ્લાના માહિતી પરિવારના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓએ ભવ્ય નિવૃત્તિ શુભેચ્છા પાઠવી હતી.
ઉપસ્થિત મહાનુભાવોએ સંપૂર્ણ સ્ટાફ પરિવાર વતી નિવૃત્તિ વેળાએ શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપી નવી ઇનિંગ્સ માટે શ્રી હિમાંશુ ઉપાધ્યાયને શુભેચ્છા પાઠવી હતી.
છેલ્લાં 30 વર્ષમાં માહિતી વિભાગમાં અનેકવિધ ભૂમિકાઓમાં ઉત્કૃષ્ટ નેતૃત્વ અને કુશળ માર્ગદર્શન દ્વારા અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત વિભાગના વિવિધ જિલ્લાઓમાં જિલ્લા વહીવટીતંત્રના સંકલનમાં રહીને યોગ્ય પ્રચાર પ્રસાર દ્વારા રાજ્ય-કેન્દ્ર સરકારશ્રીની લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડી લાભાન્વિત કરવાની શ્રેષ્ઠ કામગીરી કરનાર શ્રી હિમાંશુ ઉપાધ્યાયના વિવિધ કાર્યપ્રસંગોને આ પ્રસંગે વાગોળવામાં આવ્યા હતા.