અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ ૮મી અને ૯મી ઓક્ટો.ના રોજ યોજાશે
અમદાવાદ, ટેગ લાઇન ‘ડિસ્કસ, ડિબેટ, ડિકન્સ્ટ્રક્ટ’ સાથે, અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલની ૭મી આવૃત્તિ પરંપરાગત રીતે ૮મી અને ૯મી ઑક્ટોબર ૨૦૨૨ના રોજ યોજાશે. કોવિડ રોગચાળાને ૨૦૨૦ માં ૫મી આવૃત્તિ સંપૂર્ણ ઓનલાઈન યોજાઈ અને કારણે ઓનલાઈન અને ૨૦૨૧ માં ૬ઠ્ઠી આવૃત્તિમાં પણ થોડો કાપ મૂકાયો. આ સંપૂર્ણ ભૌતિક આવૃત્તિ સોશિયલ મીડિયા પેજ પર લાઈવ પણ ઉપલબ્ધ થશે.
ભારતના સૌથી પ્રતિષ્ઠિત અને વિષય-લક્ષી સાહિત્ય ઉત્સવમાંના એક તરીકે ગણવામાં આવતા, અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલની આ સિઝનની થીમ ‘હ્યુમન્સ, નેચર એન્ડ ધ ફ્યુચર’ છે. થીમનું પ્રતિકાત્મક મનોહર અને પ્રાકૃતિક સ્થળ ‘પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર’, થલતેજ ટેકરા, અમદાવાદ છે.
ફેસ્ટિવલ ડાયરેક્ટર ઉમાશંકર યાદવે માહિતી આપી હતી કે આ વર્ષે ૮૦ થી વધુ વક્તાઓ પ્રકૃતિ, સંસ્કૃતિ, ગીતો, સાહિત્ય, જીવનચરિત્ર, પ્રાદેશિક સાહિત્ય, સંરક્ષણ વાર્તાઓ, આબોહવા અને જંગલો, મહિલાઓનાં મુદ્દાઓ, બાળ સાહિત્ય, સિનેમા, લોકકથાઓ, કવિતા, નાટક, વિશ્વ સાહિત્ય, આદિવાસી સાહિત્ય અને અન્ય વિષયો પર કેન્દ્રિત ચર્ચામાં ભાગ લેશે.
આ ઉપરાંત શ્રોતાઓ માટે પુસ્તક વિમોચન, પુરસ્કારો, પ્રસ્તુતિઓ, અભ્યાસેતર પ્રવૃત્તિઓ, બહુભાષી કવિતાઓ સાથે સંગીતની સાંજ, નાટકો અને ઘણું બધું હશે.