Western Times News

Gujarati News

અમદાવાદમાં મંદિર પરિસરમાં જ ભગવાન જગન્નાથજીની નગરચર્યા

મોડી રાત્રે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા તથા ભાઈ બલરામે રથયાત્રાના પ્રતિકરૂપે મંદિરની પ્રદક્ષિણા કરી

(પ્રતિનિધિ) અમદાવાદ: દેશમાં પૂરી પછી અમદાવાદમાં યોજાતી વિશાળ રથયાત્રા પર મોડી રાતે ગુજરાત હાઈકોર્ટે રોક લગાવી દેતા શ્રધ્ધાળુઓ નિરાશ થઈ ગયા હતા તેમ છતાં તેમ છતાં વહેલી સવારથી મંદિર પરિસરની બહાર મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સોશિયલ ડીસ્ટન્સ સાથે મંગળા આરતી બાદ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પહિંદવિધિ કરી હતી અને ત્યારબાદ રથયાત્રા માટેની વિધિ શરૂ કરવામાં આવી હતી. કોરોનાની મહામારી વચ્ચે ગુજરાત હાઈકોર્ટે આપેલા આદેશ અનુસાર રથયાત્રા પર રોક લગાવવા ઉપરાંત ત્રણેય રથોને મંદિર પરિસર બહાર નહી લાવવા આદેશ આપવામાં આવ્યો હતો જેના પગલે મંદિર પરિસરમાં જ મર્યાદિત સંખ્યામાં શ્રધ્ધાળુઓની હાજરીમાં પ્રદક્ષિણા શરૂ કરવામાં આવી હતી.

રથયાત્રા પરંપરાગત રીતે નીકળે તે માટે રાજય સરકારે પ્રયત્નો કર્યા હતા. મોડી રાત્રે હાઈકોર્ટે રથયાત્રા નીકાળવા પર રોક લગાવી હતી. મોડી રાત્રે હાઈકોર્ટે પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો હાઈકોર્ટના આદેશના પગલે રથયાત્રા નીકાળવાની શ્રધ્ધાળુઓની આશા પર પાણી ફરી વળ્યુ હતુ. શહેરી વિસ્તારમાં કોરોનાના સંક્રમણને કારણે રથયાત્રા નીકળવાને લઈને પહેલેથી જ અવઢવની સ્થિતિ પ્રવર્તી રહી હતી જા રથયાત્રા નીકાળવી તો કેવી રીતે નીકાળવી તેને લઈને મંદિરના ટ્રસ્ટીઓ રાજય સરકાર સાથે તબક્કાવાર બેઠક યોજાઈ હતી.

રથયાત્રાની પૂર્વ સંધ્યાએ પણ બેઠકોનો ધમધમાટ જાવા મળ્યો હતો. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, રાજય પોલીસવડા અને મંદિરના ટ્રસ્ટીઓ વચ્ચે બંધબારણે બેઠક યોજાઈ હતી. ૧૪૩ વર્ષથી પરંપરાગત માર્ગ પર શહેરની પરિક્રમાએ નીકળતી ભગવાનની રથયાત્રા આ વર્ષે નીકળનાર નથી તેવા હાઈકોર્ટના આદેશ પછી મોડી રાત્રે રથયાત્રા નીકળશે નહી તે સ્પષ્ટ થઈ ગયુ હતુ. બીજી તરફ હાઈકોર્ટે જણાવ્યુ હતુ કે રથને મંદિરની પરિસરની બહાર નીકાળવામાં આવશે નહિ. હાઈકોર્ટના આદેશનું સવારથી જ પાલન થઈ રહયું છે. જાકે એક તબક્કે મંદિરના ટ્રસ્ટીઓ તથા મહંત દિલિપદાસજી મહારાજે રથને મંદિર પરિસરની બહાર નીકાળવાની માંગ કરી હતી.

પરંતુ હાઈકોર્ટના આદેશ અનુસાર ત્રણેય રથોને મંદિર પરિસરની બહાર નહી નીકાળવા જણાવ્યુ હતું. જેના પગલે સવારે રાજયના પોલીસવડા પહોંચ્યા હતા અને મંદિરના ટ્રસ્ટીઓ તથા મહારાજ સાથે બેઠક યોજી હતી પોલીસવડા ધ્વારા તેમને સમજાવવામાં આવ્યા હતા. ત્યારપછી સ્થિતિ  સ્પષ્ટ થઈ હતી અને ત્રણેય રથોને મંદિરમાં પ્રદક્ષિણા કરાવવાની શરૂઆત કરાઈ હતી.

કોરોનાની મહામારીના કારણે હાઈકોર્ટે અમદાવાદની રથયાત્રા પર રોક લગાવી દીધી છે પરંતુ ભગવાનની રથયાત્રાને લઈને ભક્તો- શ્રધ્ધાળુઓ તથા મંદિરના ટ્રસ્ટીઓમાં ભારે ઉત્સાહ જાવા મળ્યો હતો. મંદિરને દર વર્ષની જેમ શણગારવામાં આવ્યુ હતુ તો રથ ખેંચતા ખલાસીઓ અને શ્રધ્ધાળુઓ સવારથી જ જમાલપુર ખાતે આવેલ ભગવાન જગન્નાથજીના મંદિરે પહોંચ્યા હતા. સોશિયલ ડીસ્ટન્સ સાથે શ્રધ્ધાળુઓને પ્રવેશ આપવામાં આવી રહયો હતો. વહેલી પરોઢિયે ચાર વાગ્યે ભકતજનોની ઉપસ્થિતિમાં   ભગવાનની મંગળા આરતી યોજવામાં આવી હતી. સાડા ચાર વાગ્યાની આસપાસ ભગવાનના રાજભોગ દર્શન થયા હતા ભગવાનના આંખ પરથી પાટા ખોલી દેવામાં આવ્યા હતા.

જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજી મામાના ઘરે જાય છે અને ત્યાં તેમને આંખો આવી જાય છે જેથી રથયાત્રાના બે દિવસ અગાઉ ભગવાનના આંખે પાટા બાંધવામાં આવે છે જેને નેત્રોત્સવવિધિ કહેવાય છે આજે સવારે મંગળા આરતી પછી ભગવાનના આંખના પાટા ખોલવામાં આવ્યા હતા ૧૪૩મી જગન્નાથજીની રથયાત્રા દરમિયાન જગતનાથ ભલે નગરચર્યાએ નીકળવાના ન હોય પરંતુ મંદિર પરિસરે રથયાત્રાને લઈને તમામ તૈયારીઓ કરી હતી. સમગ્ર જગન્નાથ મંદિરને રંગબેરંગી લાઈટથી શણગારવામાં આવ્યું હતું.

જયારે ત્રણેય રથોને શણગારાયા હતા ભગવાનને કેસરીયાવાઘા પહેરાવવામાં આવ્યા હતા. ત્રણેય રથોને મંદિર પરિસરમાં પરિક્રમા કરાવવામાં આવી હતી. પ્રભુનો રથ ચક્રધ્વજ, ગરૂડધ્વજ અને કપિધ્વજના નામે ઓળખાય છે જગન્નાથજીના રથના રક્ષક ભગવાન વિષ્ણુના વાહન પક્ષીરાજ ગરૂડ છે તેમની રથની ધજાને ત્રિલોક્યવાહિની કહે છે અને રથ જે દોરડાથી ખેચાય છે તેને શંખચૂડ કહે છે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ગજરાજાનું વિશેષ મહત્વ છે આજે સવારે ગજરાજા પણ  દર્શનાર્થે ઉપસ્થિતિ  રહયા હતા. હાથીઓ સાથે તેમના મહાવતો હાજર હતા. ત્રણેય રથોએ મંદિર પરિસરમાં પરિક્રમા શરૂ કરી ઉપસ્થિત  શ્રધ્ધાળુઓએ “જયધોષ’ કર્યો હતો. આ પહેલા સવારે પરંપરાગત રીતે ખીચડાનો મહાપ્રસાદ ભગવાનને ધરાવાયો હતો.

દરમિયાનમાં જમાલપુર ખાતે આવેલા ભગવાન જગન્નાથજીના મંદિર ખાતે સવારે રાજયના પોલીસવડા તથા ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા અને સલામતીના તમામ પગલાઓની સમીક્ષા કરી હતી. સમગ્ર જમાલપુર વિસ્તારમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો મંદિરના આસપાસના વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે જે શ્રધ્ધાળુઓ ભક્તો ભગવાન જગન્નાથજીના દર્શને આવી રહયા છે તેમને એક પછી એક નિયત કરેલી સંખ્યામાં દર્શન માટે જવા દેવામાં આવી રહયા છે તે સાથે સોશિયલ ડીસ્ટસીંગનું કડક પાલન કરવામાં આવી રહયુ છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ મંદિર પરિસરમાં હાજર રહીને પરિÂસ્થતિ પર નજર રાખી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.