બે મહિનાની નોકરીમાં કર્મચારીએ ખેલ કર્યોઃ 1400 ગ્રામ સોનું ત્રણ કર્મચારીએ ભેગા થઈ ચોર્યુ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/04/Gold-1024x576.jpg)
પ્રતિકાત્મક
3 કર્મચારીઓએ ભેગા મળી જ્વેલર્સ શોપમાંથી 1400 ગ્રામ સોનું ચોરી લીધું-બુલિયનના વેપારીની જાણ બહાર ત્રણ વિશ્વાસુ કર્મચારીઓએ ૧૪૦૦ ગ્રામ સોનુ ચોરી કરી લીધું હતું.-ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ
(એજન્સી)અમદાવાદ, શોર્ટકટથી રૂપિયા કમાવવાની લાલચમાં આજે લોકો ગદ્દારી કરતા પહેલાં એક વખત પણ વિચાર નથી કરતા. કર્મચારીઓએ પોતાના બોસ સાથે ગદ્દારી કરીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
બુલિયનના વેપારીની જાણ બહાર ત્રણ વિશ્વાસુ કર્મચારીઓએ ૧૪૦૦ ગ્રામ સોનુ ચોરી કરી લીધું હતું. જેમાંથી પ૦૦ ગ્રામ સોનાના રૂપિયા પરત આપ્યા હતા અને બીજા ૯૦૦ ગ્રામ સોનાના ૭૦ લાખ રૂપિયા ચાઉં કરી દીધા હતા.
વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા ઈન્દ્રપ્રસ્થ ગુલમહોર ખાતે રહેતા પ્રતિક સોનીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં યશ સોની, હાર્દિક કાનાની અને અમિત ભાલાણી વિરૂદ્ધ ૭૦ લાખના ચીટિંગની ફરિયાદ કરી છે. પ્રતિક સોની મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના રહેવાસી છે અને છેલ્લા ઘણા સમયથી વસ્ત્રાપુર ખાતે પરિવાર સાથે રહે છે. પ્રતિક સોની મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના રહેવાસી છે અને છેલ્લા ઘણા સમયથી વસ્ત્રાપુર ખાતે પરિવાર સાથે રહે છે.
પ્રતિક સોની વર્ષ ર૦૧૪થી સીજી રોડ પર થર્ડ આઈથ્રી કોમ્પલેક્ષમાં આરવ જ્વેલર્સ નામથી સોના-ચાંદીનો ધંધો કરે છે. સવારના ૧૧ વાગ્યે પ્રતિક સોની શોપ પર આવે છે અને રાતના ૮ઃ૩૦ સુધી રહે છે. આરવ જ્વેલર્સમાં કુલ ચાર કર્મચારીઓ કામ કરે છે. જેમાં એક હાર્દિક કાનાની છે જે છેલ્લા સાત વર્ષથી નોકરી કરે છે.
હાર્દિકનું કામ એકાઉન્ટ બુકિંગ તેમજ ડિલિવરીની એન્ટ્રી કરવાનું છે. આ સિવાય અમિત ભાલાણી દોઢ વર્ષથી નોકરી કરે છે જેનું કામ એકાઉન્ટને લગતું છે જ્યારે ત્રીજો યુવક યશ સોની છે, જે ચાર મહિનાથી નોકરી કરતો હતો. યશ સોનીનું કામ ડિલિવરી તેમજ બુકિંગ કરવાનું છે.
પ્રતિકની શોપ પર વેચાણ માટે રહેતું સોનું ડ્રોઅરમાં રાખેલું હોય છે. જેની આવી હાર્દિક તથા યશ પાસે હોય છે જ્યારે કોઈ વેપારી આટીજીએસ ડિલિવરી આપવાની હોય છ. યશ સોની દ્વારા સોનાની ડિલિવરી આપવામાં આવે છે. આ સિવાય અભિષેક શર્મા નામનો યુવક પણ બે મહિના પહેલાં નોકરી લાગ્યો હતો. જે હાલ તમામ કામગીરી શીખી રહ્યો છે.
મહિને એકાદ વખત પ્રતિક બેન્કનું સ્ટેટમેન્ટ ચેક કરે છે અને હિસાબ જોતો હોય છે. બે દિવસ પહેલાં પ્રતિક શોપ પર આવીને કોમ્પ્યુટરમાં એન્ટ્રી કરેલા હિસાબ ચેક કરતો હતો. હિસાબ જોતાની સાથે જ એક વેપારી જૈન ચેઈનના હિસાબમાં પ૦૦ ગ્રામની ડિલિવરી વધારે દર્શાવી હતી. પ૦૦ ગ્રામની સોનાની ડિલિવરી મામલે પ્રતિકે બેન્કનું સ્ટેટમેન્ટ ચેક કર્યું હતું જેમાં ખબર પડી હતી કે જૈન ચેઈનની કોઈ રકમ જમા થઈ નથી.
આ બાબતે પ્રતિકે હાર્દિક કાનાની પાસે ખુલાસો માંગ્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે, સોફટવેરમાં ભૂલથી એન્ટ્રી થઈ ગઈ છે. પ્રતિકે ફરીથી હિસાબ ચેક કર્યો હતો. જેમાં કોઈ ભુલ નહીં થઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પ્રતિકને શંકા જતા તેણે હાર્દિકને ગુસ્સામાં પૂછયું હતું જ્યાં તેણે કબૂલાત કરી હતી કે યશ પ૦૦ ગ્રામ સોનું લઈને જતો રહ્યો છે.
પ્રતિકે બીજા કર્મચારી અમિતની પણ પૂછપરછ કરી હતી જેમાં તેણે સમગ્ર મામલે અજાણ હોવાનું જણાવ્યું હતું. પ્રતિકને શંકા જતા તેણે શોપના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. સીસીટીવી કેમેરામાં સામે આવ્યું કે યશ સોનીએ ૩ ફેબ્રુઆરીના રોજ ડ્રોઅરમાંથી સોનાની ચોરી કરી હતી ત્યારબાદ કોમ્પ્યુટરમાં એન્ટ્રી કરી હતી. પ્રતિકે આ મામલે તેના મિત્રોને વાત કરી હતી.
જે તમામ યશના ગામડે ગયા હતા. યશ પોતાના ગામડે મળી આવતાં તેણે પ૦૦ ગ્રામ સોનાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. યસે પ્રતિકને જણાવ્યું હતું કે, સોનું વેચ્યા બાદ ૧૭ લાખ હાર્દિકને, બીજા ૧૭ લાખ અમિતને આપ્યા હતા અને ૧ર લાખ રૂપિયા મારી પાસે રાખ્યા હતા. યશે તેના ઘરમાં છૂપાવેલા ૧ર લાખ પ્રતિકને પરત આપી દીધા હતા.
પ્રતિકે અમિત અને યશને ફોન કરીને પૂછયું તો તેમણે પણ રૂપિયા મળ્યા હોવાની કબૂલાત કરી હતી. પ્રતિકને શંકા જતાં તેણે વધુ હિસાબો ચેક કર્યા હતા. જેમાં સામે આવ્યું હતું કે, જાન્યુઆરી મહિનામાં પણ તેણે સોનાની ચોરી કરી હતી. યશે તેના કર્મચારીઓ સાથે મળીને ૧૪૦૦ ગ્રામ સોનાના બિÂસ્કટની ચોરી કરી હતી
જેમાં પ૦૦ ગ્રામ બિÂસ્કટની રકમ પરત આપી હતી જ્યારે ૯૦૦ ગ્રામ બિÂસ્કટની રકમ હજુ સુધી પરત આપી નથી. પ્રતિકે આ મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે જેમાં પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પ્રતિકે ૭૦ લાખના ચીટિંગની ફરિયાદ નોંધાવી છે.