અમદાવાદ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને અમદાવાદ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજવામાં આવી
જિલ્લા કલેકટર કચેરી, અમદાવાદ ખાતે કલેક્ટરશ્રી પ્રવીણા ડીકેના અધ્યક્ષસ્થાને અમદાવાદ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં અન્ન સલામતી કાયદા અન્વયે પુરવઠાની ઉપલબ્ધિ અને ભાવો અંગે,
નવી વ્યાજબી ભાવની દુકાનો ખોલવાની મંજુરી આપવા બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, નાગરિક પુરવઠા, ગ્રાહક સુરક્ષા અને વાજબી ભાવની દુકાનોની કામગીરી અંગેની રજૂઆતો અને સૂચનો અંગે હકારાત્મક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલ દવે સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.