Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા નમો શક્તિ વેબિનાર યોજાયો

વિશ્વ મહિલા દિનઉજવણી-જિલ્લા પંચાયતના પ્રમુખ  શ્રીમતી કંચનબા વાઘેલા તથા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી દિગપાલ સિંહ ચુડાસમા રહ્યા ઉપસ્થિત

‘વિશ્વ મહિલા દિન’ ની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા નમો શક્તિ વેબિનારનું આયોજન કરાયું હતું. આ ઉજવણીમાં અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કંચનબા વાઘેલા અને શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી દિગપાલ સિંહ ચુડાસમાના ઉપસ્થિત રહ્યા હતા.

મહિલા દિનની ઉજવણી સંદર્ભે શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી દિગપાલ સિંહ ચુડાસમાના માર્ગદર્શનમાં યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનાર અને અનેરી સિદ્ધિઓ પ્રાપ્ત કરનારી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

ડીપીએસ બોપલ ખાતે આયોજિત આ ઉજવણીમાં સામાજિક કાર્યકર રૂઝાન ખંભાતા દ્વારા મહિલા સશક્તિકરણ વિશે વાત કરવામાં આવી હતી. તેમણે વિદ્યાર્થિનીઓને સેલ્ફ ડિફેન્સનું મહત્વ સમજાવીને તેની ક્વિક ટેકનિક પણ શીખવાડી હતી.

આ વેબિનારમાં જિલ્લા (ગ્રામ્ય) પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કૃપાબહેન જ્હા દ્વારા વિશ્વ મહિલા દિનની ઉજવણીનું મહત્વ સમજાવી વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહિત કરાઈ હતી.

નમો શક્તિ વેબિનારમાં 350 જેટલી વિદ્યાર્થિનીઓ પ્રત્યક્ષ જોડાઈ હતી. જ્યારે જિલ્લાની શાળાઓની 25000થી વધુ વિદ્યાર્થિનીઓએ વર્ચ્યુઅલ માધ્યમથી આ માર્ગદર્શન મેળવ્યું હતું.

આ કાર્યક્રમમાં શિક્ષિકાઓ તથા શાળાઓ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા શિક્ષણ સમિતિના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.