Western Times News

Gujarati News

ઈ-મેમો ન ભરનાર દોઢ હજાર લોકોના લાઈસન્સ રદ કરાયા

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં તથ્યા કાંડ અને રિપલ પંચાલ કાંડ જેવા બેફામ ડ્રાઇવિંગની ઘટનાઓ પછી પણ અમદાવાદની રોડ ટ્રાન્સપોર્ટ ઓફિસ ટ્રાફિકના ઉલ્લંઘન કરનારાઓ સામે પહેલા કરતાં વધુ સખત કાર્યવાહી કરી રહી છે. આરટીઓએ માત્ર નવેમ્બર ૨૦૨૪ સુધી ૧,૫૭૫ જેટલા લાયસન્સ સસ્પેન્ડ અથવા રદ કર્યા છે – જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ છે.

જાન્યુઆરીથી નવેમ્બર ૨૦૨૪ સુધીમાં, અમદાવાદ આરટીઓએ દરરોજ ચાર કરતાં વધુ લાયસન્સ સસ્પેન્ડ કર્યા અથવા રદ કર્યા છે. ૨૦૨૩ કરતા આ વર્ષે સૌથી વધુ લોકોના લાઈસન્સ સસ્પેન્ડ કે રદ થયા છે. છેલ્લા ૧૧ મહિનામાં ૧,૫૭૫ લાયસન્સની સરખામણીએ, ૨૦૨૩માં ૫૭૧ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જ્યારે ૨૦૨૧માં અને ૨૦૨૨ આ સંખ્યા અનુક્રમે ૩૦૯ અને ૩૧૯ હતી.

કોવિડ મહામારી ૨૦૨૦ દરમિયાન, લાઈસન્સ સસ્પેન્શનનો આંકડો નજીવો હતો. નોંધનીય છે કે, આ વધારો માત્ર ય્ત્ન-૦૧, અમદાવાદ, અધિકારક્ષેત્રથી સંબંધિત છે. અધિકારીઓએ મોટર વાહન અધિનિયમ હેઠળ ટ્રાફિક કાયદાના કડક અમલીકરણને કારણે હવે લોકો જો ઈ-મેમો પણ નથી ભરતા તો તેમને લોક અદાલતની નોટિસ ફટકારવામાં આવે છે. જો ત્યાં જઈને પણ તેઓ ચલણની રકમ નથી ચૂકવતા તો કડક કાર્યવાહી રૂપે ઘણીવાર લાઈસન્સ સસ્પેન્ડ અથવા રદ પણ થઈ શકે છે.

આરટીઓ અધિકારીએ જણાવ્યું કે જે ડ્રાઈવરો વારંવાર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે તો તેમને રૂ. ૧,૦૦૦નો દંડ અને તેમના લાયસન્સને ત્રણ મહિના માટે સસ્પેન્શનનો સામનો કરવો પડી શકે છે. આ વર્ષે જ અમદાવાદ ટ્રાફિક પોલીસે રાજ્યભરમાંથી ૭,૭૦૦ ગેરરીતિ કરનારા ડ્રાઇવરોને સસ્પેન્ડ કરવાની ભલામણ કરી હતી.

જેસીપી એન એન ચૌધરીએ જણાવ્યું હતું કે “અમે ગુનેગારોને ઓળખવા માટે ટ્રાફિક રેકોર્ડ્‌સ અને ચલણોનું વિશ્લેષણ કર્યું, જેમાંથી કેટલાક અમદાવાદમાં અન્ય જિલ્લાઓમાં નોંધાયેલા વાહનો વારંવાર ચલાવે છે. અમે સંબંધિત આરટીઓને યાદી મોકલી છે જેથી તેઓ પગલાં લઈ શકે.” તેમણે ઉમેર્યું કે જીવલેણ અકસ્માતો ઘણીવાર કાયમી લાઇસન્સ રદ કરવા તરફ દોરી જાય છે, જ્યારે ઓછા ઉલ્લંઘનો જો ત્રણ કે તેથી વધુ વખત પુનરાવર્તિત થાય તો કામચલાઉ સસ્પેન્શન ટ્રિગર કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.