સુરીનામના રાષ્ટ્રપતિનું એરપોર્ટ ખાતે અમદાવાદ મેયરે કર્યુ સ્વાગત
ગુજરાતના એક દિવસીય પ્રવાસે પધારેલા સુરીનામના રાષ્ટ્રપતિશ્રી ચંદ્રિકાપ્રસાદ સંતોખીનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક જૂથો દ્વારા ગુજરાતની સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરીને સુરીનામના રાષ્ટ્રપતિશ્રીને આવકારવામાં આવ્યા હતા.
આ તકે રાજ્યના પ્રોટોકોલ અને સહકાર રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદના મેયરશ્રી કિરીટભાઈ પરમાર, ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ (GAD)શ્રી એ.કે. રાકેશ, અમદાવાદના પોલીસ કમિશનરશ્રી સંજય શ્રીવાસ્તવ, ઈ. કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ ધામેલિયા સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી સુરીનામના રાષ્ટ્રપતિશ્રીને આવકાર્યા હતા.