અમદાવાદઃ દરિયાપુરના મો.બિલાલ અબ્દુલ સત્તારે ધો.૧૦માં ૯૩% મેળવ્યા

અમદાવાદ, અમદાવાદ શહેરમાં દરીયાપુર મોટી બલુચાવાડ-મોટીપોળમાં રહેતા સત્તારભાઈ ફોરમેનના દીકરા શેખ બીલાલ અબ્દુલ સતાર એસએસસી બોર્ડ ઇંગ્લીશ મીડીયમ માં ૯૩% મેળવી પરીવારનું તથા દરીયાપુરમાં તેમના સમાજનું ગૌરવ વધાર્યું છે.
અમો તેમને શુભકામનાઓ પાઠવીએ છીએ તથા તેઓ ભવિષ્યમાં એક સારી એજ્યુકેશન લઈ આગળ વધે તેવી પ્રાર્થના કરીએ છીએ.
શેખ બિલાલ અબ્દુલ સત્તારે તેની સફળતા માટે પોતાની મહેનતની સાથે-સાથે તેના માતા-પિતા તથા તેના ભાઈઓનો સપોર્ટ પણ કારણભૂત ગણાવ્યો હતો.
તેણે કહ્યું કે મને જેટલો મારા પર ભરોસો નહોતો તેટલો ભરોસો મારા શિક્ષકો તથા મારા પરિવારજનો ઉપર હતો.
તેણે આગળ અભ્યાસ માટે સાયન્સ સાથે આગળ વધવાનું વિચાર્યુ છે તેનું સ્વપ્ન એક સારું ડોક્ટર બનવાનું છે તે હોવાનું તેણે જણાવ્યું.