કરોડો રૂપિયાનો MD ડ્રગ્સનો કાળો કારોબાર ચાલી રહ્યો હતો અમદાવાદમાં
દાણીલીમડા વિસ્તારમાંથી એક શખ્સ 1.25 કિલો MD ડ્રગ્સ સાથે ઝડપાયો
અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે એમડી ડ્રગ્સ ઝડપાયું છે. બુધવારે શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાંથી રૂ. 25,68 લાખના એમડી ડ્રગ્સ સાથે ડ્રગ્સની સિન્ડિકેટનો પર્દાફાશ થયા બાદ ગણતરીના કલાકોમાં જ શહેરના દાણીલીમડા વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાંચે એક શખ્સને સવા કિલો એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. આરોપીના કબજામાંથી પોલીસે બે હથિયાર અને 40 જીવતી કારતૂસ પણ મળી હતી.
દાણીલીમડા વિસ્તારમાંથી ઝડપાયેલો આરોપી ડ્રગ્સનો આટલો મોટો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો?, તેની પાસેથી ઝડપાયેલાં હથિયારનો ક્યાં ઉપયોગ કરવાનો હતો એ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ એસઓજીએ મંગળવારે રાત્રે શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં દરોડો પાડી રૂ. 25 લાખના ડ્રગ્સ સાથે ડ્રગ્સ સિન્ડિકેટના 6 સભ્યોને ઝડપી પાડ્યા હતા. તેના ગણતરીના કલાકોમાં જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શહેરના દાણીલીમડા વિસ્તારમાંથી ઝિશાન દત્તા પવલે નામના એક શખ્સને રૂ. 1.30 કરોડની કિંમતના 1 કિલો 230 ગ્રામ એમડી ફુગસ સાથે ઝડપી પાડડ્યો હતો.
ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, દાણીલીમડા વિસ્તારમાં આવેલી શાહઆલમ સોસાયટીમાં રહેતા જીસાન ઉર્ફે દત્તા પાવલે મેમણે તેના ઘરમાં MD ડ્રગ્સ છુપાવીને રાખ્યુ છે. બાતમીના આઘારે ક્રાઇમ બ્રાંચની ટીમે રેડ કરવાનો પ્લાન કર્યો હતો. ક્રાઇમ બ્રાંચના પીઆઇ એમ.પી.ચૌહાણ, પીએસઆઇ જે.એસ.રાઠોડ સહિતની ટીમે જીશાનના ઘરમાં રેડ કરી હતી. રેડ દરમિયાન ક્રાઈમ બ્રાંચે જીશાનની અટકાયત કરી લીધી હતી અને બાદમાં ઘરનું સર્ચ કર્યુ હતું.
સર્ચ કરતા કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહી જેથી ક્રાઇમ બ્રાંચની ટીમે સ્ટોર રૂમમાં ગઇ હતી. સ્ટોર રૂમમાં ચેકીંગ દરમિયાન એક શુઝનું બોક્સ મળી આવ્યુ હતું. ક્રાઈમ બ્રાંચે બોકસ ખોલીને જોતા તેમાંથી ક્રિસ્ટલ, પાઉડર અને કોઇ પદાર્થના ટુકડા મળી આવ્યા હતા.
આ સાથે બોક્સમાં ઝીપલોક વાળી થેલીઓ તેમજ અલગ અલગ ડીજીટલ કાંટા પણ મળી આવ્યા હતા. શુઝના બોક્સમાં મળી આવેલા પાઉડર અને પદાર્થ મામલે ક્રાઇમ બ્રાંચે જીશાનને પુછ્યુ હતું જ્યા તેણે નફ્ફટાઇપૂર્વક એમડી ડ્રગ્સ હોવાની કબુલાત કરી હતી.
ક્રાઇમ બ્રાંચે તેના ઘરની તલાશી લીધી હતી જ્યાંથી પિસ્તોલ, રોકડ, પાંચ મોબાઇલ ફોન, જીપીએસ ટ્રેકર સહિતની ચીજવસ્તુઓ મળી આવી હતી. એફએસએલની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે આવી ગઇ હતી જ્યા મળી આવેલા પાઉડર અને પદાર્થનું પરીક્ષણ કર્યુ હતું. પરીક્ષણ કરતા તે એમડી ડ્રગ્સ હોવાનું પુરવાર થયુ હતું. ક્રાઇમ બ્રાંચે તરતજ જીશાનની ધરપકડ કરી લીધી હતી અને આગવી ઢબે પૂછપરછ કરી હતી.
પૂછપરછ દરમિયાન જીશાને જણાવ્યુ હતું કે, 6 મહિના પહેલા તે અજમેર ગયો હતો ત્યારે ઇમરાન ઉર્ફે લાલાના સંપર્કમાં આવ્યો હતો. ઇમરાન ઉર્ફે લાલો ઉદેયપુરમાં રહે છે અને ડ્રગ્સનો ધંધો કરે છે. ઇમરાન અને જીશાન વચ્ચે મુલાકાત થઈ ત્યારે તેણે ડ્રગ્સનો ધંધો કરવા માટેની વાત કરી હતી. જીશાન ડ્રગ્સનો ધંધો કરવા માટે તૈયાર થઇ ગયો હતો. ઇમરાને અદિદાસ શુઝની આડમાં એમડી ડ્રગ્સનો જથ્થો કુરીયર મારફતે મોકલાવ્યો હતો.
શુઝના બોક્સમાં જીશાને ડ્રગ્સ મંગાવ્યુ હતું જે તેણે ગીતામંદીરની ઓફિસથી રીસીવ કર્યુ હતું. ડ્રગ્સ ખરીદનાર ગ્રાહક નહી હોવાથી તેણે ડ્રગ્સનો જથ્થો સ્ટોરરૂમમાં મુકી દીધો હતો, ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી હતી કે, જીશાન મેમણના ઘરમાં ડ્રગ્સનો જથ્થો છુપાવેલો છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે રેડ કરી હતી જેમાં જીશાનના ઘરમાં એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.
એફએસએલની ટીમ જીશાનના ઘરમાં આવે ત્યા સુધી તેણે ક્રાઇમ બ્રાંચે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. સર્ચ ઓપરેશન દરમિયાન ક્રાઈમ બ્રાંચને જીશાનના ઘરમાંથી પિસ્તોલ, કારતૂસ સહિતની ચીજવસ્તુઓ મળી આવી હતી. ક્રાઇમ બ્રાંચ પલંગ ચેક કરી રહી હતી જ્યાં એક બેગ મળી આવી હતી તે ખોલીને જોતા તેમા એક ઓટેમેટિક પિસ્તોલ અને દેશીબનાવટની પિસ્તોલ મળી આવી હતી.
પિસ્તોલ સાથે ક્રાઇમબ્રાંચને 48 જીવતા કારતૂસ અને 24 ફૂટેલા કારતુસ પણ મળી આવ્યા હતા. ક્રાઇમ બ્રાંચે બન્ને પિસ્તોલ જપ્ત કરી છે અને જીશાને 24 રાઉન્ડ ફાયરીંગ ક્યા કર્યુ છે તેની તપાસ શરૂ કરી છે. ક્રાઇમ બ્રાંચે પિસ્તોલ મામલે જીશાનની પુછપરછ કરી પરંતુ તેણે કઇપણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો.
ક્રાઇમ બ્રાંચે જીશાનના ઘરમાંથી 18.27 લાખ રૂપિયા રોક્ડ જપ્ત કર્યા છે. ક્રાઇમ બ્રાંચના સુત્રોના જણાવ્યા અનુસાર જીશાને એમડી ડ્રગ્સ વેચીને રૂપિયા કમાયો છે. 18.27 લાખ રોક્ડ કોના છે અને તેની પાસે કેવી રીતે આવ્યા તેની ઉડાણપુર્વક તપાસ ચાલી રહી છે. જીશાન ડ્રગ્સ માફીયા છે હથીયારોનો સોદાગર છે કે પોલીસનો ખબરી છે તેની હકીકત આવનારા દિવસોમાં સામે આવશે.
જીશાન પાસેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો ત્યારે તેણે ક્રાઇમ બ્રાંચ સમક્ષ કબુલાત કરી હતી કે તે ઉદેપુરમાં બેઠેલા ડ્રગ્સ માફીયા ઇમરાનને રૂપિયા મોકલાવતો હતો. ઇમરાને જ્યારે શુઝના બોક્સમાં ડ્રગ્સનો જથ્થો મોકલ્યો ત્યારે તેના બીજા દીવસે જીશાને આઠ લાખ રૂપિયા આંગડીયા પેઢી મારફતે મોકલી આપ્યા હતા. જીશાને માણેકચોકમા આવેલી સોમા મગનની આંગડીયા પેઢી મારફતે રૂપિયા ઇમરાનને મોકલાવ્યા હતા.
ક્રાઈમ બ્રાંચે જીશાનના ઘરમાંથી 6 મોબાઇલ ફોન અને ટેબલેટ પણ જપ્ત કર્યુ છે. જેને એફએસએલમાં મોકલવામાં આવશે. જીશાન કયા ડ્રગ્સ માફીયા સાથે સંબંધ ધરાવે છે તેની પાસે ડ્રગ્સ લેવા આવતા ગ્રાહકો કોણ છે.હથિયારના સોદાગર કોણ છે, જીશાને હવાલામાં કેટલા રૂપિયા મોકલાવ્યા છે તે તમામનો પર્દાફાશ મોબાઇલ ફોન કરશે. જીશાનના તમામ ફોનને એફએસએલમાં મોકલ્યા બાદ સમગ્ર હકીકત સામે આવશે.
1232 grams of Mephedrone drugs worth Rs. 1,23,20,000/- and 2 pistols and live cartridges No. 48 and empty cartridges No. 24 and other items with a total value of Rs. CityCrimeBranch chasing a fugitive Zishan in Danilimbda area of Ahmedabad Gujarat. infinity tickets coldplay