Western Times News

Gujarati News

ડૉ.કિરીટ સોલંકી દ્વારા અમદાવાદ-મેંગલુરુ વિશેષ ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરાઈ

પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશન પરથી તારીખ 09 જૂન 2023ના રોજ માનનીય સાંસદ ડૉ. કિરીટ પી. સોલંકી દ્વારા માનનીય મેયર અમદાવાદ  શ્રી કિરીટ પરમાર અને માનનીય ધારાસભ્ય શ્રી દિનેશ સિંહ કુશવાહ, માનનીય ધારાસભ્ય શ્રી કૌશિક જૈન અને અન્ય મહાનુભાવોની ભવ્ય ઉપસ્થિતિમાં ટ્રેન નંબર 09424/09423 અમદાવાદ-મેંગલુરુ-અમદાવાદ સમર સ્પેશ્યલ  ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવી.

મંડળ રેલ  પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:

ટ્રેન નંબર 09424 અમદાવાદ – મેંગલુરુ સુપરફાસ્ટ સ્પેશ્યલ અમદાવાદથી 09, 16 અને 23 જૂન 2023 (શુક્રવાર)ના રોજ 16.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે (શનિવારે) 19.40 કલાકે મેંગલુરુ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09423 મેંગલુરુ-અમદાવાદ સ્પેશ્યલ મેંગલુરુથી 10, 17 અને 24 જૂન 2023 (શનિવાર)ના રોજ 21.10 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે (સોમવારે) 01.15 કલાકે અમદાવાદ પહોંચશે.

માર્ગ માં આ ટ્રેન નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, વસઈ રોડ, પનવેલ, રોહા, રત્નાગીરી, કુડાલ, સાવંતવાડી રોડ, થિવિમ, કરમાલી, મડગાંવ, કારવાર, ઉડ્ડુપી અને સુરથકલ સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર ઈકોનોમી, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

આ  પ્રસંગે  મંડળ રેલ  પ્રબંધક  શ્રી તરૂણ જૈન, વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક  શ્રી પવન  કુમાર સિંહે સહીત અન્ય રેલ્વે અધિકારીઓ અને કર્મચારીઓ  ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.