Western Times News

Gujarati News

અમદાવાદમાં મેટ્રોને જોઈએ તેટલો સારો પ્રતિસાદ નથી મળી રહ્યો

દરરોજના 6.5 લાખના લક્ષ્ય સામે રોજ ફકત ૩૦ હજાર પ્રવાસીઓ- મોટેરાથી વાસણા એપીએમસી સુધીના રૂટ પર હજુ ધાર્યો ઉત્સાહ જાેવા મળ્યો નથી.

(એજન્સી)અમદાવાદ, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનને જયારે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલવે પ્રોજેકટ માટે ર૦૧પમાં જાપાન તરફથી રૂા.પ,૯૦૦ કરોડનું ધિરાણ મળ્યું ત્યારે મેટ્રો રેલ કાર્યાન્વીત થતાં જ રોજ આ ટ્રેનમાં ૬.૬૯ લાખ પ્રવાસીઓ મુસાફરી કરશે તેવો આશાવાદ રાખવામાં આવ્યો હતો.

પરંતુ આ વર્ષે ઓકટોબર મહીનામાં અમદાવાદમાં મેટ્રો રેલ પુર્ણ પણે કાર્યાન્વીત થયાના ત્રણ મહીનાની જે વિગતો મળી છે. તેમાં આ આશાવાદ ઠગારો નિવડયો હોવાનું ચિત્ર ઉપસ્યું છે.

એકમાત્ર રવીવારોને બાદ કરતાં ચાલુ દિવસોએ ધાર્યો પ્રતીસાદ મળ્યો નથી. અત્યાર સુધીના રવીવારોએ સરેરાશ પ૭ હજાર પ્રવાસીઓએ બેસે છે. જયારે ચાલુ દિવસોએ સરેરાશ ૩૦ હજાર આનો ઉપયોગ કરતા હોવાનું જાણવા મળ્યું છે.

આ વર્ષે બીજી ઓકટોબરે અમદાવાદના પૂર્વ-પશ્ચિમ કોરીડોરનું અઅને તેના થોડા જ દિવસોમાં ઉત્તર–દક્ષીણ કોરીડોરનો આરંભ કરવામાં આવ્યો હતો. ત્યારથી ડીસેમ્બરના અંત દરરોજ સરેરાશ પ્રવાસીઓનો સત્તાવાર આંકડો પ૭ હજાર જેટલો જ રહયો છે.

આ દરમ્યાન માથાદીઠ પ્રવાસ છ કિલોમીટરનો રહયો છે જેની ટીકીટ સરેરાશ રૂા.૧પ.પ૦ થાય છે. આ બંને કોરીડોરમાં પૂર્વ-પશ્ચિમ એટલે કે, વસ્ત્રાલયથી થલતેજ ના રૂટ પર સૌથી વધુ મુસાફરો મળે છે. જયારે મોટેરાથી વાસણા એપીએમસી સુધીના રૂટ પર હજુ ધાર્યો ઉત્સાહ જાેવા મળ્યો નથી. ચાલુ દીવસોએ વાસણાથી મોટેરાના રૂટ પર રોજના માત્ર ૭,ર૯૮ પ્રવાસીઓ ચડે. આ જ દિવસે દરમ્યાન વસ્ત્રાલયથી થલતેજ વચ્ચે ર૩,૭પ૦ પ્રવાસીઓ મુસાફરી કરે છે.

બંને કોરીડોર માટે હવે મેટ્રોની ફિકવન્સી દર અડધા કલાક ની કરી દેવાઈ છે. એટલેકે દર અડધા કલાકે આ બંને કોરીડોરરના પરના કોઈપણ સ્ટેશને પ્રવાસીને મેટ્રોમાં બેસવાની સુવિધા છે. આમ છતાં હજુ મેટ્રો રેલવે જે આવક થઈ રહી છે તે આ પ્રોજેકટના આરંભે ધારવામાં આવેલી તેનાથી કયાંય ઓછી જણાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.