મેટ્રો સ્ટેશન નજીકથી વેજલપુર પોલીસે તમંચા સાથે એકને ઝડપ્યો
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ શહેરનો વિકાસ થવાની સાથે જ રોજગારીની તકોનું સર્જન થતાં પરપ્રાંતથી પણ લોકો શહેરમાં વસવાટ માટે આવ્યાં છે. તેમની સાથે કેટલાંક અસામાજીક તત્વો પણ શહેરમાં આવતાં ગુનાઓનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. જેનાં પગલે ખાસ કરીને હિંસક હથિયારો લેવા-વેચવા તથા તેમનો ઉપયોગ કરવાના ગુનાનો ઉપયોગ કરવાનાં ગુના સીધી લીટીમાં વધી રહયાં છે.
આવાં તત્વો ઉપર શહેરની એજન્સીઓ તથા સ્થાનિક પોલીસની નજર રહે છે. અને તક મળતાં જ તેમને ઝડપી લેવાય છે આવી જ કામગીરી વેજલપુર પોલીસે કરતાં બે દિવસનાં ગાળામાં હથિયાર સાથે ત્રીજા એક વ્યકિતની અટક કરી છે. પ્રાથમિક પુછપરછમાં આ વ્યકિત તમંચા તથા કારતુસનો નિકાલ કરવા આવ્યો હોવાનું જાણવા મળી રહયું છે. જા કે પોલીસ તેની વધુ પુછપરછ કરી રહી છે.
વેજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઈકાલે પેટ્રોલિગમાં હતો એ વખતે શાહપુરનો એક વ્યકિત દેશી તમંચા તથા જીવતાં કારતુસ સાથે આવ્યો હોવાની બાતમી મળી હતી. બાતમીને આધારે વેજલપુર પોલીસનો સ્ટાફ મેટ્રો સ્ટેશનની સાઈટ નજીક છુટા છવાયા ગોઠવાઈ ગયો હતો. આશરે આઠ વાગ્યાનાં સુમરે એક ઈસમ ચાલતો આવતાં પોલીસે કોર્ડન કરીને તેને પકડી લીધો હતો. અને તેની તપાસ કરતાં પેન્ટમાંથી દેશી તમંચો મળી આવ્યો હતો.
ઉપરાંત બે જીવતાં કારતુસ પણ તેનાં ખિસ્સામાંથી મળી આવ્યા હતા. જેથી શખ્સોને પોલીસ મથકે લઈ જઈને કડક પુછપરછ કરતાં તેનું નામ બાબરખાન ઉર્ફે બાબા કમલખાન પઠાણ (રહે. પિયાવાડ શાહપુર ચકલા ચુનારાના ખાંચામાં શાહપુર) હોવાનું જણાવ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ બાબરખાનનાં પિતા પાસે આ તમંચો તથા કારતુસ હતા. તેનાં પિતાનું થોડાં સમય મૃત્યુ થતાં બાબરખાન આ તમંચા તથા કારતુસોનાં નિકાલ કરવા માંગતો હતો. અને એ માટે જ ગઈકાલે શા†ીબ્રીજ તરફ જતો હોવાનું તેણે કબુલ્યું હતું. જા કે પોલીસે તેની વધુ તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે દિવસ અગાઉ પણ વેજલપુર પોલીસે મુળ અમદાવાદનાં તથા રાજકોટથી આવતાં બે વ્યકિતઓને એક પિસ્તોલ તથા ચાર જીવતાં કારતુસ સાથે ઝડપી લીધા હતા. જે અંગત અદાવતમાં અમિત દુબે નામના વ્યકિતની હત્યા કરવા માટે હથિયાર લાવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. નોધંનીય છે કે વેજલપુર પોલીસે છેલ્લાં કેટલાંક સમયમાં સઘન કાર્યવાહી કરીને અસામાજીક તત્વોને જેલને હવાલે કર્યા છે. ઉપરાંત વારંવાર દારૂ જુગારનાં અડ્ડા પર દરોડા પાડતાં સ્ટેન્ડનાં સંચાલકોમાં પણ ફફડાટ ફેલાયેલો છે. આ સ્થિતિમાં ગેરકાયદેસર હથિયારો સાથે શખ્સોની અટક કરતાં વધુ ગુના બનતાં અટકાવ્યાં છે.