Western Times News

Gujarati News

દોરડા સાથે બાંધીને બોપલના રસ્તા પર ફેરવવામાં આવ્યો પ્રિયાંશુ હત્યારાને

પોલીસે આરોપીને સાથે રાખી ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું

(તસ્વીરઃ જયેશ મોદી ) બોપલ વિદ્યાર્થીની હત્યાકાંડ કેસમાં પોલીસે આજે રિકન્સ્ટ્રક્શન શરૂ કર્યુ હતુ, આજે બપોરના સમયે પોલીસના કાફલા સાથે આરોપી વિરેન્દ્રસિંહને લઇને પહોંચી હતી. આરોપીએ MICAના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની ચપ્પૂના ઘા મારીને હત્યા કરી દીધી હતી. Ahmedabad MICA student Priyanshu Jain murder case

૧૧ નવેમ્બરે મોડી રાત્રે બોપલમાં થયેલી સ્ૈંઝ્રછ વિદ્યાર્થીની હત્યા કેસમાં આજે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યુ હતુ, આ કેસને લઇને આજે બપોરે પોલીસ ટીમ કાફલા સાથે આરોપીને લઇને બોપલ પહોંચી હતી, આ દરમિયાન આરોપી વિરેન્દ્રસિંહ સતત રડતો હતો, અને પોતાની ગુનાની માફી માંગી રહ્યો હતો. વિદ્યાર્થીની હત્યા કરી તેના પર અફસોસ વ્યક્ત કરી રહ્યો હતો.

રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી ખુલ્લા પગે અને ટીશર્ટમાં જોવા મળ્યો હતો, અને તેને દોરડા સાથે બાંધીને બોપલના રસ્તાં પર ફેરવવામાં આવ્યો હતો. પોલીસે રિકન્સ્ટ્રક્શન કરીને સમગ્ર ઘટનાના પુરવાઓ વધુ મજબૂત રીતે એકત્રિત કર્યા હતા.

પોલીસ અધિકારીઓ આરોપી વિરેન્દ્રસિંહ પાસેથી સમગ્ર ઘટના અંગે માહિતી લીધી હતી. જેમાં કઇ રીતે કાર ચલાવી, કેટલી સ્પીડમાં કાર હતી, વિદ્યાર્થીઓ સાથે કઇ રીતે માથાકૂટ થઇ, ચપ્પૂના ઘા ક્યાં અને કેવી રીતે માર્યા. ત્યાં તે સમયે કોણ કોણ હતુ વગેરે વગેરે. આ સમગ્ર રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી પોલીસ સ્ટાફની સામે રડતો દેખાઇ રહ્યો હતો.

અમદાવાદમાં માઈકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. હત્યાના આરોપી પોલીસકર્મી વિરેન્દ્રસિંહ પઢેરીયા સાથે અન્ય એક પોલીસ કર્મી હોવાનો ખુલાસો થયો છે. દિનેશ નામના પોલીસ કર્મીએ વિરેન્દ્રને ભગાડવામાં મદદ કરી હતી.

જણાવી દઈએ કે, પ્રિયાંશુની હત્યા કેસમાં સંડોવાયેલો આરોપી વિરેન્દ્રસિંહ પઢેરિયા સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. હત્યાની રાત્રે તેણે દારૂના નશામાં હુમલો કર્યો હતો. બાદમાં તે પોલીસથી બચવા માટે ફરવાના બહાને તેના મિત્રની કાર લઇને પંજાબ તરફ ફરાર થઇ ગયો હતો. અમદાવાદ શહેરના શેલા વિસ્તારમાં આવેલા એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ માઇકામાં અભ્યાસ કરતો પ્રિયાંશુ જૈન તેના મિત્ર સાથે રવિવારે રાત્રે બાઇક પર પરત જતો હતો.

ત્યારે રેઇન ફોરેસ્ટ ચાર રસ્તા પાસે પુરઝડપે જતી કારના ચાલકને પ્રિયાંશુએ ઠપકો આપીને ધીમે ચલાવવાનું કહેતા કારચાલકે ઝપાઝપી કરીને તેને પડખામાં છરીના ઘા માર્યા હતા. ત્યારબાદ પ્રિયાંશુને ખાનગી હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.