Ahmedabad: ‘અખિયા મિલા કે ’ના દૈનિક ૪૦૦૦ કરતા વધુ કેસઃ કુલ ૭ર હજાર કેસ કન્ફર્મ
મ્યુનિ. તંત્રએ ૧ લાખ આઈડ્રોપ વિતરણ કર્યાં
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં આંખોના ચેપીરોગના કેસ સતત વધી રહયા છે. શહેરમાં છેલ્લા એક મહિના દરમિયાન કન્જેકટીવાઈટીસના ૭૦ હજાર કરતા પણ વધુ કેસ નોંધાયા છે આંખોના વાયરલ ઈન્ફેકશનને નિયંત્રણમાં લેવા માટે તંત્ર દ્વારા એક લાખ કરતા વધુ આઈ ડ્રોપના વિતરણ કરવામાં આવ્યા છે.
સ્માર્ટ સિટી અમદાવાદમાં આંખોનો ચેપી રોગ સતત વધી રહયો છે તથા છેલ્લા ૧પ દિવસમાં દૈનિક સરેરાશ ૪ હજાર કરતા પણ વધુ કેસો બહાર આવી રહયા છેં આંખના વાયરલ ઈન્ફેકશનના દર્દીઓને મ્યુનિ. અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર તથા મેડીકલ કોલેજમાં સારવાર આપવામાં આવી રહી છે.
૧૦ જુલાઈથી ૭ ઓગસ્ટ સુધી અર્બન હેલ્થ સેન્ટરોમાં પ૭૬૦ર કેસ નોંધાયા છે જેમાં ૩૩૩૩૦ પુરૂષો અને ર૪ર૭ર મહિલાઓનો સમાવેશ થાય છે જયારે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં કુલ ૯૪૦૩ દર્દીઓને સારવાર આપવામાં આવી છે જેમાં પર૩ર પુરૂષો અને પ૧૭૧ મહિલાઓનો સમાવેશ થાય છે
જયારે એસડીએચ, ડીએચ અને મેડીકલ કોલેજાેમાં પ૭૮ર કેસ નોંધાયા છે જેમાં ૩૦૩૯ પુરૂષો અને ર૭૪૩ મહિલાઓનો સમાવેશ થાય છે આમ શહેરમાં ૧૦ જુલાઈથી ૭ ઓગસ્ટ સુધી કુલ ૭ર૭૯૬ કેસ કન્ફર્મ થયા છે જેમાં ૪૧૩૬પ પુરૂષ અને ૩૧૪૩૧ મહિલાઓનો સમાવેશ થાય છે.
આંખોના વાયરલ ઈન્ફેકશન એટલે કે કન્જેકટીવાઈટીસની શરૂઆત ૧૦ જુલાઈથી થઈ હતી તે દિવસે માત્ર ૬૭ કેસ કન્ફર્મ થયા હતા પરંતુ ર૪ જુલાઈ બાદ કેસની સંખ્યામાં ચિંતાજનક ઉછાળો આવ્યો તથા દૈનિક ૪હજાર કરતા પણ વધુ કેસો કન્ફર્મ થઈ રહયા છે. અત્યાર સુધી સૌથી વધુ કેસ ર૮ જુલાઈએ ૭ર૮૧ નોંધાયા છે.
મ્યુનિ. કોર્પો. દ્વારા કન્જેકટીવાઈટીસના દર્દીઓને વિનામુલ્યે આંખના ટીપા આપવામાં આવી રહયા છે. ર૪ જુલાઈથી પ ઓગસ્ટ સુધી કુલ ૧૦૧૮૬૦ આઈડ્રોપના વિતરણ કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા પૂર્વ ઝોનમાં ૧૪પ૦૦, પશ્ચિમઝોનમાં ૧રપ૦૦, ઉત્તર ઝોનમાં ૧રપ૦૦, દક્ષિણમાં ૧રપ૦૦ મધ્યમાં ૧પપ૦૦, ઉ.પ.માં ૧૧પ૦૦, દ.પ.માં ૯પ૦૦ અને યુએચસીમાં ૧ર૩૬૦ ડ્રોપના વિતરણ કરવામાં આવ્યા છે.