Western Times News

Gujarati News

અમદાવાદ-મુંબઈ વચ્ચેનો ટ્રેન વ્યવહાર શરૂ: રેલવે ટ્રેક પર પડેલી ક્રેન હટાવાઈ

File

અમદાવાદ, શહેર નજીક અમદાવાદ-મુંબઈ રેલવે લાઈન નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ચાલી રહેલી કામગીરી દરમિયાન રવિવારે રાત્રે ૬૦૦ ટનની જમ્બોજેટ ક્રેન રેલવે ટ્રેક પર તૂટી પડી હતી. તેના લીધે અમદાવાદ-મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાયો હતો.

ક્રેન દુર્ઘટનાને પગલે નેશનલ હાઇ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા ક્રેનને ઉતારવાની અને રિપેરિંગની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. નેશનલ હાઈ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ

અને પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના ૩૦૦ શ્રમિકોની મદદથી ધરાશાયી થયેલી ક્રેનને ઉતારી લેવામાં આવી હતી. ૭૫૦ ટનની એક ક્રેન અને ૫૦૦ ટનની બે તેમજ ૧૩૦ ટનની એક ક્રેનની મદદથી આ ક્રેનને ઉતારવામાં આવી હતી. ક્રેનને ઉતારી લેવાની કામગીરી મોડીરાત્રે પૂર્ણ કર્યા બાદ અમદાવાદ-મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર પૂર્વવત બન્યો છે.

પશ્વિમ રેલવેના સૂત્રોના જમાવ્યા મુજબ આજે મંગળવારે વહેલી સવારે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના કર્મચારીઓએ રેલવે ટ્રેક અને ઇલેક્ટ્રિક ઓવર હેડ વાયર રિપેરિંગની કામગીરી પૂર્ણ કરી વહેલી સવારે છ વાગ્યાથી અમદાવાદ-મુંબઈ વચ્ચેનો રેલવે વ્યવહાર પૂર્વવત્ કરી દીધો છે

એટલે કે ૩૦ કલાક બાદ ભારતના સૌથી વ્યસ્ત રેલવે રૂટ પર ફરી એકવાર વાર ટ્રેન વ્યવહાર શરૂ થઈ ગયો હતો. અમદાવાદ-મુંબઈ રેલ લાઈન નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. ત્યારે રવિવારે રાતે બુલેટ ટ્રેન પ્રજેક્ટના બ્રિજના પિલ્લર પરથી મહાકાય ક્રેન નીચે રેલવે ટ્રેક પર ખાબકી હતી. સદભાગ્યે ક્રેન તૂટ્યાની ૧૫ મિનિટ પહેલાં જ તેજસ ટ્રેન પસાર થઈ હતી, અને ગુડ્‌સ ટ્રેન સિગ્નલની રાહ જોતી હતી જો તેને સિગ્નલ મળ્યું હોત તો બીજી મોટી દુર્ઘટના સર્જાઈ હોત. પણ આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી.

સૂત્રોના કહેવા મુજબ વટવા રોપડા બ્રિજની બાજુમાં બુલેટ ટ્રેનના પિલર પર વાયડક્ટ ફિટ કર્યા બાદ પાછી ફરી રહેલી ગેન્ટ્રી નીચે પડી ગઈ હતી. વધુમાં આ ગેન્ટ્રી પડી જવાના કારણે ઓએચઈ વાયર તૂટી જતા વીજ સપ્લાઈ ટ્રીપ થઈ ગયો હતો. તેજસ એક્સપ્રેસ પસાર થયા પછી ગેરતપુર નજીક આજ ટ્રેક પર અન્ય એક ગુડ્‌સ ટ્રેન વટવા તરફ આવવા માટે સિગ્નલની રાહ જોઈ રહી હતી.

જો ભૂલથી પણ આ ટ્રેનને સિગ્નલ મળી ગયું હોત તો આ ગુડ્‌સ ટ્રેન ગેન્ટ્રી સાથે અથડાઈ હોત અને બીજી મોટી દુર્ઘટના પણ સર્જાઈ હોત. આ ઘટનાની જાણ થતાં હાઈસ્પીડના તેમજ રેલવેના ઉચ્ચ અધિકારીઓ મોડી રાત્રે જ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. તેમણે પિલર ઉપરથી નીચે પડી ગયેલી લગભગ ૧૪૦-૧૪૦ મેટ્રિક ટન વજનની બન્ને ગેન્ટ્રીને હટાવવા માટે રાત્રે જ ૫૦૦-૫૦૦ મેટ્રિક ટનની ક્ષમતાની બે હેવી ક્રેઈન મંગાવી હતી.

આ ક્રેઈનોને ૨૪ માર્ચને સોમવારે સવારે ટ્રેકની બાજુમાં ગોઠવી કર્મચારીઓએ પડી ગયેલી ગ્રેન્ટ્રીને હટાવવાની કામગીરી શરૂ કરી હતી. બપોરે ક્રેઈનની મદદથી ગેન્ટ્રી પિલર ઉપરથી ઊંચકવાની કામગીરી કરતી વખતે ક્રેઈનનું બેલન્સ જળવાતું ન હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.