અમદાવાદ મ્યુનિ. શાળાના વિદ્યાર્થીઓને ૨૦ મિનિટની છૂટછાટ
(પ્રતિનિધિ)અમદાવાદ, રાજ્યભરમાં અત્યારે કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે કોલ્ડવેવને ધ્યાનમાં રાખીને એએમસી સંચાલિત સ્કૂલો માટે મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની શાળાના વિદ્યાર્થીઓ માટે આવકારદાયક ર્નિણય લેવામાં આવ્યો છે.
જે મુજબ વિદ્યાર્થીઓ નિયત સમય કરતાં મોડા આવશે તો પણ તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે નહિ. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ શાસનાધિકારી લબ્ધીર દેસાઈના જણાવ્યા મુજબ રાજયમાં કોલ્ડ વેવની પરિસ્થિતિના કારણે બાળક ૨૦ મિનિટ મોડું આવશે તો પણ બાળકોને શાળામાં પ્રવેશ આપવા માટે શાળાઓને આદેશ કરાશે.
સ્કૂલ બોર્ડની શાળાઓનો સમય સામાન્ય રીતે સવારે ૭.૦૦ વાગ્યાનો રહેતા હોય છે જેને ઠંડીને કારણે બદલીને અગાઉ સવારે ૭.૫૫ વાગ્યાનો કરી દેવાયો હતો. હાડ થીજવતી ઠંડી રાજ્યભરમાં પડી રહી છે.એવામાં જાે કોઈ કારણસર બાળક સવારે ૮.૩૦ સુધી આવશે. તો પણ તેની હાજરી ભરી તેને અભ્યાસ કરાવવામાં આવશે.