Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. દબાણ વિભાગની દાદાગીરી સામે સીટીએમ શાકભાજીના ફેરિયા લાચાર

અનેક ફરિયાદ કરવા છતાં દિવસો સુધી ન જોવા મળતી દબાણ ગાડી વહેલી સવારે શ્રમજીવીઓ પર અમાનુષી અત્યાચાર કરે છે : જ્યોર્જ ડાયસ

(પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ શહેરમાં નાના-મોટા તમામ રોડ પર ફેરિયા અને  પાથરણાવાળા કબજો જમાવીને બેઠા છે જેના કારણે ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યા વકરી રહી છે. તેમ છતાં મ્યુનિસિપલ એસ્ટેટ વિભાગ નિષ્ક્રિય છે અને અનેક ફરિયાદ કરવા છતાં દિવસો સુધી દબાણની ગાડી જોવા મળતી નથી.

પરંતુ શહેરના સી ટી એમ વિસ્તારમાં વહેલી સવારે શાકભાજી નું વેચાણ કરી ગુજરાન ચલાવતા શ્રમજીવી લોકો પર છેલ્લા ઘણા સમયથી દબાણ વિભાગ ઘ્વારા અમાનુષી ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે.

તેમજ વહેલી સવાર 4 વાગે દબાણની ગાડી આવી પાથરણાવાળાઓને દૂર કરવામાં આવે છે તેમજ તેમનો સામાન પણ જપ્ત કરવામાં આવે છે જેના કારણે ચાર દિવસ અગાઉ મૃત્યુ પરવાનગી ની માંગણી પણ કરી હતી.

આ અંગે ખોખરા વોર્ડના પૂર્વ કાઉન્સીલર અને સામાજિક કાર્યકર જ્યોર્જ ડાયસના જણાવ્યા મુજબ વહેલી સવાર ૪-૦૦ થી સવારે ૯-૦૦ વાગે સુધી શિરોમણી કોમ્પલેક્ષ, એક્સપ્રેસ હાઇવે સામે,સીટીએમ ખાતે લાગતા પાથરણાં બજારને વહેલી સવારે ચાર વાગે દબાણની ગાડી દ્વારા બંધ કરાવવામાં આવે છે.

છેલ્લા ૩૦ દિવસથી તેમની રોજી રોટી ઉપર અસર થતા 300 જેટલા પરિવારો ભૂખમરાના ખપ્પરમાં હોમાઈ ગયા છે એક તરફ સરકારે તેમને સ્વનિર્ભર યોજના હેઠળ આર્થિક સહાય આપી છે.

બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશને વેચાણ માટેના પરવાના આપ્યા છે છતાં તેને દૂર કરવામા રોજી રોટી ઉપર અસર થઈ હોવાથી તેમની પાસે આવક કોઈ સાધન ન હોવાથી રોજ કમાઈ રોજ ખાતા હોય તાત્કાલિક અસરથી રોજી રોટી શરૂ કરવા માંગ કરી રહ્યા છે.

સાધ્વીમીના પરમાનંદ સાધવાની માતાજી ની પ્રથમ પુણ્યતિથિ તેમજ ગઈકાલે સોમવતી અમાવસ નિમિત્તે માનવ અધિકાર ગ્રુપ ના પ્રમુખ જ્યોર્જ ડાયસ તથા સરદાર પટેલ પાથરણાં બજારના પ્રમુખ  રમેશભાઈ ભીલ ની આગેવાની હેઠળ છેલ્લા ૩૦ દિવસથી રોજગારી ગુમાવી બેઠેલા શ્રમિકો અને તેમના પરિવારજનોને શિરોમણી કોમ્પલેક્ષ,એક્સપ્રેસ હાઈવે સામે, સીટીએમ ખાતે ખીચડી અને છાશ નો તિથિ ભોજન પીરસવામાં આવ્યું હતું.

દબાણ ખાતા દ્વારા ગુજારવામાં આવતા અમાનુષી અત્યાચાર નો ભોગ બનેલા વિધવા બહેનો સહિત જેમના કાંટા જમા લીધા હોય તેમને નવા કાંટા અર્પણ કરવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.