અમદાવાદ મ્યુનિ. ઓડિટ વિભાગની કામગીરી પર પાણી ફેરવતા અધિકારીઓ
૮૩૬૨ વાંધાનો નિકાલ બાકી
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પો.નું ઓડીટ ડિપાર્ટમેન્ટ એક જાગૃત પ્રહરીની ભુમિકામાં છે. ઓડીટ ખાતા દ્વારા વિવિધ ખાતાના વાઉચરો, રેકર્ડની ચકાસણી, નાણાં ખાતાના રેકર્ડના વાઉચરોનો ઓડીટ વગેરે કામોમાં વાંધાઓનો નિકાલ કરવામાં આવ્યો હોય (Ahmedabad Mun. Officers looking after the functioning of the audit department)
અને જે વાંધાઓનો નિકાલ કરવામાં આવ્યો ન હોય તે બાબતની કામોની નોંધ રજુ કરવામાં આવે છે. લાંબા સમયથી પડતર એવા વાંધાનો સમયસર નિકાલ થયેલ નથી ઓડીટ ખાતા દ્વારા પડતર વાંધાઓ બાબતે ઝડપથી નિકાલ કરવા વારંવાર જણાવેલ છે
જુદા-જુદા ખાતાઓના વાંધાનો ઝડપથી નિકાલ કરવાનો ૨૦૦૬માં સ્ટેન્ડીંગ કમીટીમાં ઠરાવ કરવામાં આવ્યો હતો તેમ છતાં ૮૩૬૨ જેટલા ઓડીટ વાંધાના નિકાલ લાંબા સમયથી બાકી છે અને દર વર્ષે વાંધાં ની સંખ્યામાં વધારો થતો જાય છે જે તંત્ર અને સત્તાધારી પાર્ટીની નિષ્ફળતા સાબીત કરે છે. જેને કારણે ભષ્ટ્રાચાર તથા ગેરરીતી વધતી જાય છે.
મ્યુનિ. કોંગ્રેસપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ ના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુ.કોર્પોના વિવિધ ખાતાના છેલ્લા બે વર્ષ એટલે કે તા.૦૧-૦૪-૨૧ થી ૩૧-૦૧-૨૩ દરમ્યાન ઓડીટ ખાતા દ્વારા ૧૦૧૧૧ જેટલાં વાંધા કાઢવામાં આવેલ હતાં તે પૈકી વિવિધ વિભાગ દ્વારા માત્ર ૧૭૪૯ જેટલાં વાંધાનો નિકાલ કરવામાં આવેલ છે.
એટલે કે માત્ર ૧૭% વાંધાનો નિકાલ થયેલ છે. તે નિકાલ થયેલ વાંધાને કારણે મ્યુ.કોર્પોને રૂા.૪.૦૦ કરોડ જેટલી માતબર રકમની રીકવરી મળેલ છે. હાલ છેલ્લા બે વર્ષના ૮૩૬૨ જેટલાં વાંધાનો નિકાલ બાકી છે. મુખ્યત્વે ઇજનેર મધ્ય ઝોનના ૧૮૧૪, ઇજનેર પૂર્વ ઝોનના ૮૦૦, નાણાં ખાતાના ૭૩૨, ટેક્ષ ઉત્તરઝોનના ૬૨૪, ઇજનેર દક્ષિણઝોનના ૫૭૩ જેટલાં વાંધાનો નિકાલ કરવાનો બાકી છે મ્યુ.કોર્પોના ઓડીટ વાંધાના સમયસર નિકાલ કરવામાં આવે તો કરોડો રૂા,ની રીકવરી થઇ શકે તેમ છે.
વાંધાનો નિકાલ કરવા બાબતે મ્યુ.કોર્પો.ના વિવિધ ખાતા ઉદાસીન છે અથવા તો કોન્ટ્રાકટરો તથા સપ્લાયરોને ફાયદો કરાવવા જાણીજાેઇને વિલંબ કરવામાં આવે છે તેવું સ્પષ્ટ થાય છે. જેને કારણે મ્યુ.કોર્પોને કરોડો રૂા.ની આવક ગુમાવવી પડે છે. અને મ્યુ.કોર્પોને ઓડીટ વાંધાના નિકાલ બાબતે થતાં વિલંબને કારણે મ્યુ.કોર્પોને થતું આર્થિક નુકશાન થયું છે.
મ્યુનિ. ઓડીટ ખાતા દ્વારા વિવિધ ખાતાના વાઉચરો, રેકર્ડની ચકાસણી, ખાતાના રેકર્ડના વાઉચરોનું ઓડીટ કરતાં જ્યાં ત્રુટી હોય તે બાબતે ઓડીટ વાધાં રજુ કરવામાં આવે છે અને તે વાધાંઓનો જે તે ખાતા દ્વારા નિકાલ લાવવાનો હોય છે ઓડીટ વાધાંઓમાં જુદા જુદા ખાતાઓની કામગીરી બાબતે અનેક ત્રુટીઓ અને ગેરરીતી પ્રકાશમાં આવે છે તેને કારણે તંત્ર દ્વારા ક્યાં ખોટું થાય છે ?
કે કયાં આપણાથી ભુલ થાય છે ? તે જાણવા મળે છે જેને કારણે આગામી સમયમાં તે ભુલો સુધારી શકાય કાર્યક્ષમ વહીવટ આપી ભષ્ટ્રાચાર થતો રોકી શકાય તેમ છે. મ્યુ.કોર્પોના વિવિધ ખાતાના કામો બાબતે ઓડીટ ખાતા દ્વારા જે વાંધા કાઢવામાં આવે છે
તે વાંધાનો નિકાલ કરવા સમયમર્યાદા નિયત કરવી જાેઇએ અને તેનો દરેક ખાતા દ્વારા ચોક્કસ અમલ થવો જાેઇએ તેવી વ્યવસ્થા ગોઠવવા માટે તેમજ હાલ બાકી રહેલ વાંધાનો ત્વરીત નિકાલ કરવામાં આવે તે માટે મ્યુ.કોર્પોના હિતમાં તાકીદે કાર્યવાહી કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે.