Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડના બાળકો માટે Science Cityની મુલાકાતનું આયોજન

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ,  દેશના વૈજ્ઞાનિક  ડૉ.સી.વી.રામન દ્વારા કરવામાં આવેલી મહાન શોધ રામન ઇફેકટને ૨૮ ફેબ્રુઆરી ૧૯૩૦ ના રોજ મળેલ નોબલ પારિતોષિકની યાદમાં આ દિવસને વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. Ahmedabad Mun. Organized visit to Science City for school board children

ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ સિટી અમદાવાદ દ્વારા સાયન્સ સિટી ખાતે સાયન્સ કાર્નિવલ- ૨૦૨૩ની રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે ઉજવણી થઇ રહી છે. સાયન્સ કાર્નિવલ દરમ્યાન સાયન્સ સિટી ખાતે વિજ્ઞાનના અવનવા સંશોધનો પર વ્યાખ્યાનમાળા, સાયન્ટીફિક એક્સિબિશન હેન્ડસ ઓન વર્કશોપ.

૩D રગોળી શૉ, વિજ્ઞાનના પ્રયોગોનું નિદર્શન, હોલ ઓફ ફ્રેઇમ, સાયન્સ મેજીક શૉ,વિજ્ઞાન પુસ્તક મેળો લાઇટ એન્ડ સાઉન્ડ શૉ, પ્લેનિટોરિયમ શૉ જેવા વિવિધ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યુ છે.

મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શાસનાધિકારી લબ્ધીર ભાઈ દેસાઈના જણાવ્યા મુજબ વિજ્ઞાન આવી ગંગોત્રી ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ સિટી અમદાવાદ દ્વારા વહાવવામાં આવી રહી છે જેનો લાભ મ્યુનિ શાળાના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને મળે તે માટે સ્કૂલ બોર્ડ, અમદાવાદ દ્વારા

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સહયોગથી તા.૨૮ ફેબ્રુઆરીથી ૪ માર્ચ સુધી સાયન્સ સિટીની નિઃશુલ્ક મુલાકાતનું આયોજન કરવામાં આવેલ છે. આ સમયગાળા દરમ્યાન રોજની ૫૦ થી ૫૫ એ.એમ.ટી.એસ. બસ દ્વારા રોજના ૩૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓને સાયન્સ સિટી ખાતે લઇ જવામાં આવશે

અને સાયન્સ સિટી ખાતે ઉજવાઇ રહેલા સાયન્સ કાર્નિવલ- ૨૦૨૩ના વિવિધ એક્સિબિશનનું તલસ્પર્શી નિદર્શન કરાવવામાં આવશે. મ્યુનિ. શાળાઓમાં ભણતા ધો.૬ થી ૮ના વિદ્યાર્થીઓની વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધે, ભારતના મહાન વૈજ્ઞાનિકોની શોધોથી વિદ્યાર્થીઓ પરિચિત થાય અને પ્રેરણા મળે. વિદ્યાર્થીઓમાં

વૈજ્ઞાનિક અભિગમ વિકસે, જિજ્ઞાષાવૃત્તિ વધે તે માટે સાયન્સ સિટીની મુલાકાતનું સમગ્ર આયોજન કરવામાં આવેલ છે. સ્કૂલ બોર્ડના આ આયોજનથી મ્યુનિ શાળાઓના ૧૬૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ સિટી અમદાવાદ દ્વારા ઉજવાઇ રહેલા સાયન્સ કાર્નિવલ- ૨૦૨૩નો લાભ મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.