અમદાવાદ મ્યુનિ. સ્કૂલબોર્ડમાં વિદ્યાર્થિની દત્તક યોજના શરૂ થશે
ડ્રાફ્ટ બજેટમાં બોર્ડ સભ્યોએ રૂ.૩ કરોડના સુધારા કરી રૂ.૧૦૯૭ કરોડનું બજેટ મંજુર કર્યું
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ બોર્ડ માટે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના ડ્રાફ્ટ બજેટમાં સ્કૂલ બોર્ડ કમીટી ઘ્વારા રૂ.૩ કરોડના વધારા સાથે રૂ. ૧૦૯૭ કરોડનું મંજૂર કરવામાં આવ્યું છે. નવા નાણાકીય વર્ષ માટે ભાજપના સભ્યોએ સૂચવેલા સુધારમાં વિધાર્થિની દત્તક યોજના, સુપોષણ અભિયાન, સ્વચ્છ ભારત અભિયાન, પ્રાર્થના પોથી સહિતના મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે.
મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન ડો. સુજય મહેતા અને વાઈસ ચેરમેન વિપુલ સેવકે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ અને સિગ્નલ સ્કૂલમાં અભ્યાસ કરનારી તમામ વિદ્યાર્થિનીઓ વધુ શિક્ષણ અર્થે હવે દત્તક લેવા માટે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા વિવિધ દ્ગર્ય્ં સંસ્થાઓનો સંપર્ક કરવામાં આવશે અને તેની એક કમિટી બનાવવામાં આવશે. જે વિદ્યાર્થિનીઓને વધુ શિક્ષણ યોગ્ય રીતે મળી રહે તેના માટેના પ્રયાસો કરવામાં આવશે.
દત્તક યોજના અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૧૦ લાખ રૂપિયાની ફાળવણી પણ બજેટમાં કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને શાળાલક્ષી કાર્યો તેમજ શિક્ષણમાં ટેકનોલોજી અને સ્કિલ ડેવલોપમેન્ટ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ પોતાનો મોટીવેશનલ સ્પીચ મારફતે બાળકોને મોટીવેટ કરે તેવી રીતનું આયોજન કરવામાં આવશે. સાથે તેઓમાં સ્કિલ ડેવલોપમેન્ટ થાય તેના માટે વિવિધ તાલીમો આપવામાં આવશે.
ડો. સુજય મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે બજેટમાં સ્કૂલ બોર્ડની અને સિગ્નલ સ્કૂલની વિદ્યાર્થિનીઓને ધો. ૭ બાદ વધુ અભ્યાસ માટે તેઓને મદદરૂપ થવા માટે કમિટી બનાવવામાં આવશે. જેઓ વિદ્યાર્થિનીઓને વધુ અભ્યાસ માટે મદદ કરશે. દ્ગર્ય્ં સંસ્થા સાથે સંકલન કરવામાં આવશે. સ્કૂલોમાં પ્રવેશ તેમજ પુસ્તકો, આર્થિક બને તેમ વગેરે મદદ કરાશે. ગ્લોબલ ર્વોમિંગ સતત વધી રહ્યું છે, જેથી બાળકોમાં આ અંગે અવેરનેસ આવે અને વૃક્ષારોપણ થાય તે માટે પર્યાવરણ મિત્ર શાળા બનાવવામાં આવશે. જે માટે ૧૦ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. વધુમાં જ્ઞાન, વિજ્ઞાન અને અનુસંધાન પાછળ રૂ. ૫ લાખ, ભારતીય સંસ્કૃતિને યથાવત્ રાખવામાં આવશે. તેના માટે ગુરુકુળ પરંપરા જ્ઞાન માળા પાછળ રૂ. ૧૦ લાખ ખર્ચ થશે.
મ્યુનિસિપલ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો, શિક્ષકો અને પેન્શનરો વગેરેની સ્કૂલ બોર્ડની ઓળખ મળી રહે તેના માટે હવે ઇહ્લૈંડ્ઢ કાર્ડ આપવામાં આવશે. જેમાં સ્કેન કરતાની સાથે જ તેઓની તમામ માહિતી મળી રહેશે. સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓ રમી શકે તેના માટે સ્પોટ્ર્સ સંકુલ પણ બનાવવામાં આવશે. સ્કૂલમાં બેલ અને સાઉન્ડ સિસ્ટમ માટે ૧ કરોડ, શાળામાં બ્લેક ગ્રીન સ્માર્ટ બોર્ડ માટે ૩ કરોડ, સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓને કર્મચારીઓના કોમન યુનિફોર્મ માટે ૧૦ કરોડ, મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ-સિગ્નલ સ્કૂલ પાછળ ૩ કરોડ,
શાળાઓના નવીનીકરણ માળખાકીય સુવિધા વગેરે પાછળ ૫૮ કરોડ ખર્ચ કરવામાં આવશે.શાસનાધિકારી ડો. એલ. ડી. દેસાઈએ રજૂ કરેલા રૂપિયા ૧૦૯૪ કરોડના બજેટમાં રૂ. ૩ કરોડનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં રૂ. ૯૪૭ કરોડ પગાર પેન્શન પાછળ વિદ્યાર્થીઓના વિકાસ શૈક્ષણિક અને શિક્ષકોને લગતી પ્રવૃત્તિ પાછળ રૂ. ૬૯ કરોડ અને માળખાકીય સુવિધાઓ પાછળ રૂ. ૮૧ કરોડનો ખર્ચ કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.