Western Times News

Gujarati News

મ્યુનિ. અને સિગ્નલ સ્કૂલના બાળકોએ આકર્ષક દિવાળી કાર્ડ બનાવ્યા

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બુધવારે સિગ્નલ સ્કુલના બાળકોના હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યા હતા તેમજ તેમના વાલીઓને પીએમજેવાય પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ પણ સ્થળ પર આપવામાં આવ્યા હતાં. મ્યુનિ. સ્કુલના બાળકો અને સિગ્નલ સ્કુલના બાળકોએ બનાવેલા દિવાળી કાર્ડનો એક ખાસ એકઝીબીશન પણ રાખવામાં આવ્યું હતું. Ahmedabad Muni. And children of Signal School made attractive Diwali cards

મ્યુનિ. સ્કુલ બોર્ડના શાસનાધિકારી ડો. લબ્ધીર દેસાઈના જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર પ્રેરિત ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહકારથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા સિગ્નલ સ્કુલના ૧પ૩ બાળકોનું હેલ્થ ચેક-અપ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.

આરોગ્ય ચકાસણીમાં બાળરોગ નિષ્ણાંત, ચામડીના રોગોના નિષ્ણાંત, કાન-નાક-ગળા, દાંત અને ટી.બી.રોગના નિષ્ણાંત ડોકટર હાજર રહી સિગ્નલ સ્કુલના બાળકોનું હેલ્થ ચેક-અપ કરવામાં આવ્યું હતું. હેલ્થ ચેક-અપ દરમ્યાન જે બાળકોને સ્થળ પર જ હેલ્થકાર્ડ આપવામાં આવ્યા સાથે સાથે જીએસએલએસએ ના ચેમ્બર સેક્રેટરી આર.એ. ત્રિવેદી દ્વારા સિગ્નલ સ્કૂલના તમામ બાળકોને ડેન્ટલ કીટ આપવામાં આવી

તથા આગામી સમયમાં સિગ્નલ સ્કુલના બાળકો માટે શહેરકક્ષાના રમતોત્સવનું આયોજન કરવા તમામ સહકાર આપવાની ખાત્રી આપી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સિગ્નલ સ્કુલના બાળકોના વાલીઓને પણ સ્થળ પર જ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા જેનાથી કોઈપણ ખાનગી હોસ્પિટલમાં ૧૦ લાખ રૂપિયા સુધીની સારવાર મફત થઈ શકશે જેથી સિગ્નલ સ્કુલના બાળકોના વાલીઓમાં અનેરો ઉત્સાહ જાેવા મળ્યો.

ભારત સરકારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-ર૦ર૦નાં લક્ષ્યાંકોમાં ગુણવત્તાલક્ષી શિક્ષણની સાથે સાથે બાળકો કૌશલ્ય વર્ધન, હુન્નરોમાં આગળ વધે અને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ સાકાર થાય તે માટે અમદાવાદ મ્યુનિ. શાળાના બાળકોએ અદ્વિતીય કામગીરી કરીને જુદા જુદા વિભાગમાં જેમ કે કાગળકામ, માટીકામ, કાથીકામ, રોબોટીકસના બેનમૂન નમુનાઓનું સર્જન કરી તેમનામાં રહેલ આંતરશક્તિઓનો પરિચય કરાવ્યો.

સ્કૂલ બોર્ડના ૬૦૦ વિદ્યાર્થીઓ અને ૬૦૦ શિક્ષકોએ સાથે મળી કાથીકામની ૯૦ કૃતિ, ભરતગૂંથણની ૯૬ કૃતિ, માટીકામની ૯૩ કૃતિ, કાગળકામની ૯૯ કૃતિ, સુશોભનની ૯૭ કૃતિ અને રોબોટિકસીની ૧૦પ કૃતિ મળી કુલ પ૮૦ કૃતિઓ તૈયાર કરી હતી. કૌશલ્ય વર્ષન શિક્ષણ આધારિત ભારત સરકારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-ર૦ર૦ અંતર્ગત આ પ્રયાસો કરવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીઓ દ્વારા તેમની આસપાસ ઉપલબ્ધ યાદી સામગ્રીમાંથી વિવિધ કૌશલ્ય વર્ધનના નમૂનાઓ બનાવવામાં આવ્યા હતા. આ કાય્ર્ક્રમમાં બાળકોના હુન્નરને નિહાળવા ખાસ ઉપસ્થિત મેયર પ્રતિભા જૈને જણાવ્યુંહતું કે સિગ્નલ સ્કુલના બાળકો માટે સ્કુલ બોર્ડ દ્વારા યોજાનાર આગામી રમોત્સવ માટે તમામ પ્રકારની વ્યવસ્થા અ.મ્યુ.કો. દ્વારા પુરી પાડવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સ્કુલ બોર્ડના બાળકોનું કૌશલ્ય અદભુત છે, તે આ નમૂનાઓ નિહાળીને જાણ્યું, કૌશલ્ય વર્ધનના નમુનાઓ તૈયાર કરવા માર્ગદ્યૃશન આપનાર શિક્ષકો તથા બનાવનાર વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.