Western Times News

Gujarati News

મ્યુનિ. બજેટમાં મીમ પાર્ટીએ રૂ.૩૩૭ કરોડના સુધારા સુચવ્યા

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન માટે નાણાંકિય વર્ષ ર૦ર૪-રપના ડ્રાફટ બજેટમાં સ્ટેન્ડિગ કમિટિએ રૂ.૧પ૦૧ કરોડના સુધારા સાથે રૂ.૧પપ૦ર કરોડનું બજેટ મંજુર કર્યું છે. જેમાં એઆઈઆઈએમ (AIIM) પાર્ટી દ્વારા વધુ રૂ.૩૩૭ કરોડના સુધારા સાથે ૧પ૮૩૯ કરોડનું બજેટ રજુ કરવામાં આવ્યું છે.

જમાલપુરના કોર્પોરેટર (મીમ) રફિકભાઈ શેખના જણાવ્યા મુજબ નાણાંકીય વર્ષ ર૦રપ-ર૬ માટે તેમની પાર્ટી તરફથી જે વિકાસના કામો રજુ કરવામાં આવ્યા છે જેમાં એર પોલ્યુશન ઘટાડવા, તળાવનો વિકાસ કરવો, નવા સમાવિષ્ટ વિસ્તારોમાં માળખાકિય સુવિધાઓ આપવી, કોર્પોરેશનની મિલકતો પર સોલાર પેનલ નાંખવી, પૂર્વ વિસ્તારમાં અદ્યતન લાયબ્રેરી બનાવવી, લોકાયુક્તની નિમણુંક કરવી, તેમજ પ્રોપર્ટી ટેક્ષ માટે ૧૮ટકા બદલે ૬ ટકા વ્યાજ કરવાની રજુઆત કરવામાં આવી છે.

આ ઉપરાંત કોર્ટ વિસ્તારમાં આવેલા બે મહત્વના કહી શકાય તેવા પ્રેમાભાઈ અને જય શંકર સુંદર હોલના રિનોવેશન કરવા માટે રૂ.રપ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ એઆઈ ટેકનોલોજી દ્વારા નાગરિકો માટેની સુવિધા સુદ્રઢ બનાવવા માટે રૂ.૧પ કરોડની જોગવાઈ થઈ છે.

મ્યુનિ. શાસકો દ્વારા પૂર્વ પશ્ચિમની ભેદ રેખા મીટાવવા માટેની વાતો થાય છે પરંતુ તેમના તરફથી જે વિકાસના કામો થાય છે તેના માટે તેમાં મોટાભાગના કામ પશ્ચિમ ઝોનમાં જ થાય છે. શહેરમાં નવા પાંચ ઓવરબ્રિજ અને અંડરપાસ બનાવવા માટે રૂ.પ૦૦ કરોડની જોગવાઈ નવા બજેટમાં કરવામાં આવી છે પરંતુ આ બધા પશ્ચિમ વિસ્તારમાં જ છે.

આ ઉપરાંત પૂર્વ વિસ્તારમાં ડેવલોપમેન્ટ માટેની જે જાહેરાતો ભુતકાળમાં થઈ હતી તે તમામ કાગળો પર રહી છે. મ્યુનિ. કોર્પોરેશનના ટેક્ષનો ૪૦ટકા હિસ્સો પૂર્વ વિસ્તારમાંથી પણ આવે છે તેથી આ બાબતે સત્તાધારી પાર્ટીએ ધ્યાન આપવાની જરૂર છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.