Western Times News

Gujarati News

અમદાવાદ મનપાએ સીલ કરેલા હોટેલ/રેસ્ટોરન્ટને ફાયર NOC-BU માટે ત્રણ મહિનાની મુદત આપી

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે જાહેર કરેલી એસ.ઓ.પી.

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, નામદાર ગુજરાત હાઇકોર્ટમાં થયેલ PIL-34/2024 તથા PIL 118/2020  વખતો વખત થયેલ ઓર્ડર /માર્ગદર્શન મુજબ અ.મ્યુ.કો. વિસ્તારમાં વેલીડ બી.યુ પરવાનગી સિવાયના તેમજ વેલીડ ફાયર સેફટી સર્ટિફિકેટ સિવાયના ફૂડ કોર્ટ-રેસ્ટોરન્ટ પ્રીમાઈસીસના ઉપયોગ બંધ કરાવવા ઝોન વિભાગેથી “સીલ”ની કાર્યવાહી કરવામાં આવ્યા છે. Ahmedabad Muni. Corp. granted three months time for fire NOC-BU to sealed hotels/restaurants

જે અંગે ફૂડ કોર્ટ-રેસ્ટોરન્ટ સંચાલકોના પ્રતિનિધિ મંડળો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો અને જરૂરી નિયમોના પાલન માટે આપવામાં આવેલી તથા નિયમોના પાલન માટે જરૂરી સમય આપવા માટે કરવામાં આવેલી વિનંતી ને ધ્યાનમાં લઈ  મ્યુનિ.કમિશનર ઘ્વારા સીલ ખોલી આપવા માટે મંજૂરી આપવમાં આવી છે જે મુજબ હોટેલ/રેસ્ટોરન્ટ માલિકોએ નિયત કરેલી સમય મર્યાદામાં બી.યુ. અને ફાયર સેફટી લેવાની રહેશે.

મ્યુનિસિપલ કમિશનર ઘ્વારા જાહેર કરવામાં આવેલી એસ.ઓ.પી. મુજબ સીલ કરવામાં આવેલ ફૂડ કોર્ટ-રેસ્ટોરન્ટમાં વેલીડ ફાયર સેફ્ટી સર્ટીફિકેટ ધરાવતા નથી તેમાં વેલીડ ફાયર સેફ્ટી સર્ટીફિકેટ મેળવવા/ રીન્યુ કરાવવા માટે  30(ત્રીસ) દિવસની મુદ્દત આપવા આપવામાં આવી છે.

જે કિસ્સામાં ફૂડ કોર્ટ-રેસ્ટોરન્ટનું બાંધકામ/ વપરાશફેર ગૂડા-૨૦૨૨ અંતર્ગત મુકરર થયેલ કટ ઓફ ડેઈટ તા.૩૦/૦૯/૨૦૨૨ પહેલા કરવામાં આવેલ હોય અને તે અંગેની વિકાસ પરવાનગી કે વપરાશ પરવાનગી કે બંન્ને પરવાનગી મેળવવામાં આવેલ ન હોય તે માટે માલીક/ સંચાલકોને સદર કાયદા મુજબ નિયમિતતાનું પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરવા તથા નિયમિતતાને પાત્ર ન હોય તેવા મિલ્કતના ભાગને દુર કરી/ જરૂરી સુધારા-વધારા કરી બાંધકામ નિયમિત કરવા ત્રણ માસનો સમય આપવામાં આવ્યો છે.જે કિસ્સામાં ગુડા-૨૦રરની કટ ઑફ ડેઈટ પછી બાંધકામ/ વપરાશ ફેર થયેલ છે,

તેવી ફૂડ કોર્ટ- રેસ્ટોરન્ટના ઉપયોગની વેલીડ બીયુ પરવાનગી નથી તેવા કિસ્સામાં ફૂડ કોર્ટ-રેસ્ટોરન્ટ સંદર્ભની બીયુ પરવાનગી મેળવવાની કાર્યવાહી/ પૂર્તતા કરવા ત્રણ માસ ના સમય માટે “સીલ” ખોલવાની કાર્યવાહી કરવાની રહેશે. જે સંદર્ભે ફાયર સેફ્ટી સર્ટીફિકેટ મેળવેલ હોય તેવા જ કિસ્સામાં ઉપયોગ શરૂ કરવાની પરવાનગી આપવાની રહેશે.

નવી માર્ગદર્શિકા મુજબ હોટેલ/ રેસ્ટોરન્ટ ના સીલ ખોલવા અંગે ઝોનલ કચેરી દ્વારા  માલિક/ અરજદાર દ્વારા સામેલ નિયત ફોર્મ લેખિતમાં નોટરાઈઝ બાંહેધરી પત્ર સાથે સીલ ખોલી આપવાની લેખિત અરજી સાથે રજુઆત, વેલીડ ફાયર સેફ્ટી સર્ટીફિકેટ/ ફાયર સેફ્ટી સર્ટીફિકેટ મેળવવા ફાયર વિભાગે કરવામાં આવેલ અરજીની નકલ તેમજ ગૂડા-૨૦૨૨ અંતર્ગત નિયમિતતા માટે અરજી કર્યાની રિસિપ્ટ રજૂ કરેલ હોય ત્યારે તે અરજી ધ્યાને લેવાની રહેશે.

સીલ ખોલવા અંગેનો વહીવટી યાર્જ ડે.મ્યુ.કમિશનરશ્રી (ઝોન) દ્વારા જે નક્કી કરવામાં આવે તે મુજબ વસૂલ લેવાનો રહેશે. વહીવટી ચાર્જ વસૂલ આવ્યા બાદ સ્થળે અરજદારની/ અરજદારના પ્રતિનિધીની સહિ લઈ, ફાયર સેફ્ટી સિસ્ટમની કામગીરી કરવાના હેતુસર સીલ ખોલવાના રહેશે.સીલ ખોલવા અંગે અરજદાર દ્વારા આપેલ બાંહેધરી મુજબ વેલીડ ફાયર સેફ્ટી સર્ટીફિકેટ/ ફાયર સેફ્ટી સર્ટીફિકેટ મેળવ્યા સિવાય ઉપયોગ ચાલુ કરી શકાશે નહિ.

નિયત સમયમર્યાદામાં અરજદાર દ્વારા કાયર સેફ્ટી સિસ્ટમ/ પ્રોવિઝન લગાવવામાં ન આવે અને વેલીડ ફાયર સેફ્ટી સર્ટીફિકેટ/ વેલીડ ફાયર સેફ્ટી સર્ટીફિકેટ રીન્યુઅલ મેળવવામાં ન આવે તો અરજદાર દ્વારા સ્વયં ઉપયોગ બંધ કરી અ.મ્યુ.કો.ને જાણ કરવાની રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.