Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કોર્પો.માં ભરતી કૌભાંડ મામલે જવાબદાર ઉચ્ચ અધિકારીને સસ્પેન્ડ કરવા કોંગ્રેસની માંગણી

(પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં વિવિધ ખાતામાં છેલ્લા કેટલાય સમયથી ભરતી કરવામાં આવતી નહોતી જેને કારણે પ્રાથમિક સુવિધાની સમસ્યાઓ ગંભીર બની હતી.ત્યારબાદ સતત રજુઆતો ના પગલે વિવિધ ખાતામાં ભરતી કરવા બાબતની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. Congress demands suspension of top official responsible for recruitment scam in Ahmedabad Municipal Corporation

પરંતુ તે કાર્યવાહીમાં પારદર્શિતા નહી જળવાતાં વિવિધ જગ્યાઓની ભરતી કરવા માટે ગેરરીતી અને ભષ્ટ્રાચાર થયા છે. જેનું છેલ્લું ઉદાહરણ  ટેકનીકલ સુપરવાઈઝરની ભરતી છે. મ્યુનિસિપલ સેન્ટર ઓફિસ માં ભયંકર ગેરરીતિઓ ચાલી રહી છે તેથી તેના ડે. કમિશનર ને સસ્પેન્ડ કરવા માટે કોંગ્રેસ ઘ્વારા માંગણી કરવામાં આવી છે.

મ્યુનિસિપલ કોંગી નેતા શહેઝાદખાન પઠાણ ના જણાવ્યા મુજબ ટેક્નિકલ સુપર વાઇઝરની જગ્યા ભરવા બાબતે ગેરરીતી તથા ભષ્ટ્રાચાર થયો હોવાની વિગતો જાહેર થઈ છે. પસંદગી પામેલ ઉમેદવારોની લેખિત પરીક્ષાના માર્ક સાથે ચેડાં થયા હોવાનું માલુમ પડેલ જેના અનુસંધાને હેડ કર્લાક કક્ષાના કર્મચારી સામે તંત્ર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

પરંતુ નાના કર્મચારીને “બલી નો બકરો ” બનાવી મોટા ઉચ્ચ અધિકારીને છાવરવામાં આવ્યા હોય તેમ લાગી રહ્યું છે લેખિત પરીક્ષાના વાસ્તવિક તથા ખોટા રીઝલ્ટ વચ્ચેના તફાવત બાબતે ઉચ્ચ અધિકારી દ્વારા કેમ કોઈ તપાસ ના કરી? નિમણુંક અપાઈ ગયાં બાદ એક ઉમેદવાર દ્વારા રજુઆત કરાતાં તંત્ર કેમ જાગ્યું ?શુઉચ્ચ અધિકારીની કોઇ જવાબદારી જ ના હોય ? QMR શીટ સાથે ઉમેદવારોના માર્કની ખરાઈ જે તે સમયે ઉચ્ચ અધિકારી દ્વારા કેમ કરવામાં ના આવી?

આમ ભરતીની સમગ્ર પ્રક્રિયા દરમ્યાન ઉચ્ચ અધિકારીની સંડોવણી હોય તેમ સ્પષ્ટ થાય છે. આથી મ્યુ.કોર્પોની વિવિધ જગ્યાઓની ભરતી માટે પૈસા ફેંકો નિમણુંક મેળવો જેવી પરિસ્થિતિ આકાર લઇ રહી છે જેમાં સહેજ પણ અતિશ્યોક્તિ નથી

મ્યુનિ.કોર્પોના વિવિધ ખાતામાં ભરતી કરવા તેમજ નિમણુંક બાબતે યોગ્ય અને ન્યાયિક પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કર્યા બાદ નિમણુંકો કરવા તેમજ અગાઉ થયેલ તમામ ભરતી બાબતે પુરતી ન્યાયિક તપાસ કરી જે કોઈ કસુરવાર પુરવાર થાય તેની સામે કડક પગલાં ભરવા જોઈએ ખરેખર જો પારદર્શક વહીવટ કરવો હોય તો ભષ્ટ્રાચાર અને ગેરરીતી જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલ હોય તેવા તમામ અધિકારીઓ/કર્મચારીઓને તેઓના ગુનાને ગંભીરતાથી લઈ

જે કોઈ કસૂરવાર હોય તેઓને સસ્પેન્ડ કરવા અથવા ડીસમીસ કરી પોલીસ ફરિયાદ કરવા જેવા કડક પગલાં લઈ સજ્જડ દાખલો બેસાડવો જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ અધિકારી કામમાં ગેરરીતી કે ભષ્ટ્રાચાર આચરવાનો વિચાર સુધ્ધાં ના કરે જેથી તમામ કસુરવાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.