અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો “બીટ ધ હીટ” કેમ્પેઈન નિષ્ફળ
અમદાવાદ, શહેરમાં છેલ્લા એક અઠવાડિયા થી ૪૫-૪૬ ડિગ્રી તાપમાન રેડ એલર્ટ હોવાને કારણે શારદાબેન હોસ્પિટલમાં બે નવજાત શિશુનો ડીહાઇડ્રેશનના કારણે દુઃખદ અવસાન થયેલ છે જેના અનુસંધાને મ્યુનિસિપલ કોંગ્રેસ પાર્ટી ઘ્વારા શારદાબેન હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી.
મ્યુનિ. કોંગ્રેસ પક્ષના નેતા શહેઝાદખાન પઠાણ ના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં ગરમી ના સમયે એસી ન હોવાથી દર્દીઓ ને ખુબ જ હાલાકી ભોગવવી પડે અને દર્દીઓ ને ઘરે થી પંખા લાવવાની નોબત આવી પડી છે. સ્માર્ટ સિટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ૧૨૦૦૦ કરોડનું વાર્ષિક બજેટ હોવા છતાં કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં ગરમીના સમયમાં એસી ન હોવાના કારણે દર્દીઓને મુશ્કેલી પડે છે
જેથી આવનાર બજેટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી.એસ.હોસ્પિટલ, એલજી હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલ ને ફુલ્લી એર કન્ડિશન બનાવવા માટે કોંગ્રેસ પક્ષના દરેક કોર્પોરેટર પોતાના વાર્ષિક બજેટમાંથી ૩ લાખ ફાળવશે અને અન્ય પાર્ટીના દરેક કોર્પોરેટર પોતાના બજેટમાંથી ૩ -૩ લાખ પણ ફાળવે અને તે બજેટને મંજૂર કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને વિનંતી કરવામાં આવી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.