Western Times News

Gujarati News

પિતાએ દીકરીની વોટ્‌સએપ ચેટ વાંચી તો જમીન સરકી ગઈ !!

દીકરી એક સાથે ૨૦ યુવકો સાથે વાતો કરે છે 

એક યુવક લગ્ન કરવા માટે ધમકી આપે છે તે જાણીને માતા-પિતા ટેન્શનમાં આવી ગયા હતા

યુવતીને દરરોજ અલગ અલગ યુવકો મોડી રાત્રે ઘરે મુકવા માટે આવતા હતા

અમદાવાદ, સોશિયલ મીડિયામાં આ જમાનામાં યુવક-યુવતીઓ મોબાઈલમાં જ વ્યસ્ત રહેતા હોય છે, જેના કારણે તેમના માતા-પિતા તેમના પર શંકાકુશંકા કરતા હોય છે. મોબાઈલના કારણે તેમના બાળકો કોઈ આડાઅવળા રસ્તા પર ચઢી ન જાય તે બાબતનું માતા-પિતા ખાસ ધ્યાન આપતા હોય છે અને ચિંતત રહેતા હોય છે. ત્યારે અમદાવાદમાં એક ચોંકવાનરો કિસ્સો સામે આવ્યો છે. Ahmedabad Narol College Girl has 20 lovers

અમદાવાદના નારોલમાં રહેતી ૨૦ વર્ષીય કોલેજિયન યુવતીને એક-બે નહીં પણ ૨૦ પ્રેેમીઓ હતા. આ યુવતી દરરોજ કોલેજથી મોડી રાત્રે ઘરે આતી હતી અને યુવતીને ઘરે મુકવા માટે અલગ અલગ યુવકો મોડી રાત્રે આવતા હતા. આ અંગે જ્યારે યુવતીને તેના માતા-પિતા કોઈ પ્રશ્ન કરે તો યુવતી તેન માતા-પિતાને ઘર છોડીને ભાગી જવાની અને આપઘાત કરી લેવાની ધમકી આપતી હતી.

પોતાની દીકરી ઘર છોડીને જતી રહેશે અથવા તો કોઈ ઓચિંતુ પગલુ ન ભરી લે તે માટે માતા-પિતા ટેન્શનમાં રહેતા હતા અને પોતાની દીકરીને સમજાવવાનો પ્રયત્ન કરતા હતા. તેમ છતા તેમની યુવતી સમજવા તૈયાર ન હતી. આખરે યુવતીના માતા-પિતાએ અભયમ ટીમની મદદ લીધી હતી તથા યુવતી તથા તેના પ્રેમીનું કાઉન્સેલિંગ કરાવ્યુ હતુ. મળતી માહિતી મુજબ, નારોલમાં રહેતા ૪૯ વર્ષીય આધેડને ત્રણ દીકરી અને એક દીકરો છે.

સૌથી મોટી ૨૦ વર્ષીય તેમની દીકરી કોલેજમાં અભ્યાસ કરે છે. તેમની આ દીકરી કોલેજ શરૂ થઈને લઈને અત્યાર સુધી જ્યારે કોલેજ જાય ત્યારે મોડી રાત્રે ઘરે આવતી અને જ્યારે જાહેર રજા હોય અથવા તો રજા હોય ત્યારે પણ યુવતી કોલેજ જતી હતી અને મોડી રાત્રે ઘરે આવતી હતી. જ્યારે યુવતી ઘરે આવે ત્યારે તેને દરરોજ અલગ અલગ યુવકો ઘરે મુકવા માટે આવતા હતા. એક દિવસ પિતાએ દીકરીનું વોટ્‌સએપ ચેક કર્યુ ત્યારે તેમના પગ નીચે સરકી ગઈ હતી.

તેમની દીકરી ૨૦ પ્રેમીઓ સાથે વાત કરતી હતી અને આ યુવકો સાથે યુવતી બિભત્સ વાતો કરતી હતી. આ ૨૦ પ્રેમીમાંથી એક યુવક તો યુવતીને લગ્ન કરવાનું કહેતો હતો અને ધમકી આપતો હતો. દીકરી એક સાથે ૨૦ યુવકો સાથે વાતો કરે છે અને એક યુવક લગ્ન કરવા માટે ધમકી આપે છે તે જાણીને માતા-પિતા ટેન્શનમાં આવી ગયા હતા. પિતાએ દીકરીને સમગ્ર બાબતે સમજાવી હતી.

જાે કે, યુવતી આપધાત કરી લેવાની ધમકી આપતી હતી. આથે યુવતીના પિતાએ અભયમની ટીમનો સંપર્ક કર્યો હતો. યુવતીના પિતાએ અભયમનો સંપર્ક કરતા અભયમની ટીમે યુવતીને સમજાવી હતી અને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રીત કરવા જણાવ્યુ હતુ, જ્યારે યુવતીને લગ્ન કરવાની ધમકી આપનાર યુવકને પણ બોલાવ્યો હતો અને યુવકને પણ સમજાવ્યો હતો.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.