Western Times News

Gujarati News

અમદાવાદમાં આ પાંચ વિસ્તારોમાં ફાયર સ્ટેશન બનાવવામાં આવશે

પ્રતિકાત્મક

તમામ અંડરપાસમાં ચોમાસા પહેલા સીસીટીવી લગાવવા માટે પણ જવાબદાર વિભાગને તાકીદ કરવામાં આવી

કીડ્‌સ સીટીનું નવીનીકરણ થશે ઃ દેવાંગ દાણી

લાંભા, રાણીપ, રામોલ-હાથીજણ અને રિવરફ્રંટ ઈસ્ટ ખાતે પણ નવા ફાયર સ્ટેશન બનાવવામાં આવશે

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ૧૪ એપ્રિલે આંબેડકર જયંતિને ધુમધામથી ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કીડ્‌ર્સ સીટીના નવીનીકરણ અને પાંચ નવા ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન હાથ ધરાયું છે.

મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન દેવાંગ દાણીએ આ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે કાંકરિયા લેકફર્ન્ટનું ર૦૦૮માં નવીનિકરણ કરવામાં આવ્યું હતું તે સમયે કિડ્‌સ સીટી પણ બનાવવામાં આવી હતી. કિડ્‌સ સીટીને લગભગ ૧૭ વર્ષ જેટલો સમય ગાળો થઈ ગયો હોવાથી તેનું નવિનીકરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના માટે આરઓએફ મંગાવવામાં આવશે.

આ પધ્ધતિથી જ કાંકરિયા બાલવાટિકાનું રૂ.રર કરોડના ખર્ચે નવીનિકરણ કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ આગામી દિવસોમાં કરવામાં આવશે. શહેરમાં દર ૧૦ કી.મી.એ એક ફાયર સ્ટેશન હોવું જરૂરી છે તેથી આગામી દિવસોમાં લાંભા, રાણીપ, રામોલ-હાથીજણ અને રિવરફ્રંટ ઈસ્ટ ખાતે પણ નવા ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેકડરની જન્મ જયંતિ છે આ દિવસે આંબેડકર હોલ અને આંબેડકર બ્રીજને રોશનીથી સજાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સેનેટરી ઈન્સ્પેકટરની ખાલી જગ્યાઓ ટુંક સમયમાં જ ભરવામાં આવશે જયારે એસએસઆઈની જગ્યાઓ પ્રમોશનથી ભરવામાં આવશે. ઈ ગર્વન્સ વિભાગમાં સીસ્ટમ એનાલીસની જગ્યા માટે લાયકાતમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને હવેથી એમ.ઈ.ની લાયકાત પણ માન્ય ગણવામાં આવશે.

ઉનાળાની સીઝન શરૂ થઈ હોવાથી નાગરિકોના સ્વાસ્થ્ય જોખમાય નહી તે માટે હેલ્થ ફુડ વિભાગને અસરકારક કામગીરી કરવા માટે સુચના આપવામાં આવી છે. ખાસ કરીને કાર્બનથી પકવવામાં આવતી કેરી, કેરીનો રસ, પનીર, બટર વગેરેની સઘન ચકાસણી કરવામાં આવે તે જરૂરી છે.

શહેરના તમામ અંડરપાસમાં ચોમાસા પહેલા સીસીટીવી લગાવવા માટે પણ જવાબદાર વિભાગને તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત પૂર્વ ઝોનના ગોમતીપુરમાં હેલ્થ સ્ટાફ કવાર્ટસમાં આવેલ ગુજરાતી શાળા નં.૧,ર અને ઉર્દુ શાળા નં.૪ ના હયાત જર્જરીત બિલ્ડીંગ તોડી તે જગ્યાએ નવેસરથી સ્કુલ બિલ્ડીંગ બનાવવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.