અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં વડાલીયા ફૂડ્સ દ્વારા કંપની આઉટલેટનું ઉદ્ઘાટન
- વડાલીયા ફૂડ્સ કંપની દ્વારા અમદાવાદના RJD ARCADE ખોડિયાર મંદિર રોડ ન્યુ રાણીપ પર આ 50મોં સ્ટોર શરુ કરવામાં આવેલ છે જે કમ્પની આઉટલેટ્સ પરથી કંપનીની તમામ 150થી પણ વધારે પ્રોડક્ટ એકજ જગ્યા પરથી મળી શકશે.
અમદાવાદઃ છેલ્લા એક દાયકાથી નમકીન, ફ્રાઇમ્સ, વેફર્સ ની દુનિયામાં રાજકોટ અને ગુજરાતને અનોખા સ્વાદ અને ઉત્તમ ક્વોલિટીની લોકોની પહેલી પસંદગી બની રહેલી કંપની વડાલીયા ફૂડ્સ દ્વારા હવે ન્યૂ રાણીપ માં 20 ડિસેમ્બર શુક્રવારથી એક વધુ ફ્રેન્ચાઇઝી આઉટલેટનું લોન્ચિંગ થવા જઈ રહયું છે. અમદાવાદના RJD ARCHED ખોડીયાર મંદિર રોડ ન્યૂ રાણીપ માં વડાલીયા ફુડ્સ દ્વારા એક વધુ ફ્રેન્ચાઇઝી આઉટલેટનું ઉદ્ઘાટન અમદાવાદના ના પ્રતિષ્ઠિત લોકોની ઉપસ્થિતિમાં થવા જઈ રહ્યું છે.
સિમેન્ટ ક્ષેત્રે દેશભરમાં નામના ધરાવનાર HI BOND સિમેન્ટ ગ્રુપની જ કંપની વડાલીયા ફૂડ્સ દ્વારા આવતીકાલે 20 ડિસેમ્બરનાં દિવસે શરુ થનારા આઉટલેટ દ્વારા વડાલીયા ફૂડ્સ કંપનીની સિદ્ધિમાં એક વધુ પીંછું ઉમેરાયું છે.
વડાલીયા ફુડ્સ દ્વારા છેલ્લા એક વર્ષમાં ફ્રેન્ચાઇઝી અને કંપની આઉટલેટ શરુ કરવાની શ્રુંખલામાં અમદાવાદ,વડોદરા, આણંદ, ભરૂચ, કોડીનાર, પૂના (મહારાષ્ટ્ર), નાથદ્વારા (રાજસ્થાન) ભાવનગર,જામનગર, વેરાવળ, ખંભાળીયા, સોમનાથ, જૂનાગઢ, ધોરાજી, જેતપુર, ગોંડલ, હળવદ ઉપલેટા જસદણ અને સુરત માં આઉટલેટ લોન્ચ કરવામાં આવ્યા છે.જયારે અમદાવાદનું આ ચોથું આઉટલેટ કંપની શરુ કરવા જઈ રહી છે.
વડાલીયા ફુડ્સની 150 થી પણ વધારે પ્રોડકટ આ આઉટલેટ ઉપર ઉપલબ્ધ બની રહેશે એટલે કે ફરસાણ અને નમકીનના શોખીનો માટે ખરીદી માટે વન સ્ટોપ ડેસ્ટિનેશન બની રહેશે.
“કંપની વિશે વિશેષ માહિતી આપતા વડાલીયા ફુડઝના ડાયરેક્ટર મીત ભાઈ વડાલીયા તેમજ સીઈઓ કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે વડાલીયા ફુડ્સ દ્વારા હાલ ૧૫૦ જેટલી નમકીન, વેફર્સ, ફ્રાઇમ્સ, ફરસાણ, ખાખરા, પાપડ વગેરે પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી છે.
વડાલીયા ફુડ્સની તમામ આઈટમો લોકોને પસંદ પડી રહી છે. કંપની ક્વોલિટીમાં માને છે અને એટલે જ શ્રેષ્ઠ ક્વોલિટી અને લોકોને પરવડે તેવી કિમંતમાં તમામ પ્રોડક્ટ ઉપલબ્ધ કરવામાં આવી છે. એક જ આઉટલેટ પરથી વડાલીયા ફુડ્સ તમામની 150 જેટલી અલગ અલગ આઇટમો અહીં ન્યુ રાણીપ સ્થિત ફ્રેન્ચાઇઝી આઉટલેટ પર ઉપલબ્ધ બનશે.
ફ્રેન્ચાઇઝી આઉટલેટ વિશે વાતચીત કરતા મિતભાઈ વડાલીયા અને કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં રાજકોટ શહેરમાં ગાંધી ચેમ્બર, ગોંડલ રોડ, બોમ્બે હોટેલ નજીક પ્રથમ રિટેલ આઉટલેટ શરૂ કરવામાં આવ્યો હતો. જેને ભારે સફળતા મળ્યા બાદ રાજકોટ શહેરના 14 સહિત અનેક શહેરોમાં આઉટલેટ લોન્ચ કરીને લોકોને વડાલીયા ફુડ્સની વિવિધ આઇટમોના સ્વાદનું ઘેલું લગાડયું છે.
આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક શહેરોમાં હજુ વધું ફ્રેન્ચાઇઝી આઉટલેટ ખોલવામાં આવશે. કંપની ભવિષ્યમાં માત્ર ગુજરાતના જ નહિ પરંતુ પાન ઇન્ડિયામાં પોતાના ફેક્ટરી તેમજ ફ્રેન્ચાઇઝી આઉટલેટ શરૂ કરી રહી છે.
મિતભાઈ વડાલીયા તેમજ કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં નમકીન અને ફ્રાઇમ્સ નું વિશાળ માર્કેટ છે. સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતમાં પણ કરોડોનું માર્કેટ ધરાવતા આ બિઝનેસમાં અમે લેટેસ્ટ ટેકનોલોજી અને ફુલ્લી ઓટોમેટીક પ્લાન સાથે પ્રવેશ કર્યો હતો.
સાડા પાંચ એકરમાં પથરાયેલા કંપની પ્લાન્ટમાં તમામ પેકિંગ તેમજ નાઇટ્રોજન સાથે પેક કરવામાં આવે છે. જેથી કરી પ્રોડક્ટ પર વાતાવરણની કોઈ અસર થતી નથી. આ તમામ પ્રોડક્ટ ને ઝીરો પરસેન્ટ કોલેસ્ટ્રોલ પણ બનાવવામાં આવી છે, સામાન્ય રીતે આ પ્રકારની પ્રોડક્ટ સ્કૂલના બાળકો તેમજ યુથ જનરેશન વધારે પસંદ કરતા હોય છે ત્યારે તેમની હેલ્થનું પણ પૂરેપૂરું ધ્યાન કંપની દ્વારા રાખવામાં આવ્યું છે.
કંપનીની પ્રોડક્ટ વિશે જણાવતા કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે વેફર સેગમેન્ટમાં 8 જેટલી ફ્લેવર્સ, નમકીન માં 20 પ્રોડક્ટ, ફરસાણ માં 20 પ્રોડક્ટ ફરાળી માં 15 પ્રોડક્ટની રેન્જ ફ્રાઇમ્સ 8 પ્રોડક્ટ્સ રેન્જ, સાથે પાપડ, પણ ઉપલબ્ધ છે. હાલમાં જ કંપની દ્વારા બેકરિ પ્રોડક્ટ્સ પણ શરુ કરવામાં આવી છે. જેમાં મિલ્ક જીરા ઈલાયચી ફ્લેવર્સ માં રસ્ક (ટોસ્ટ) શરુ કરવામાં આવેલ છે અને ટૂંક સમયમાં ક્રીમ રોલ કપ કેક, વેફર બિસ્કીટ, વગેરે શરુ કરેલ છે
ન્યુ રાણીપ ખાતે ફ્રેન્ચાઇઝી આઉટલેટ લોન્ચિંગ પર ખુશી વ્યક્ત કરતા કંપનીએ જણાવ્યું હતું કે અમારી સૌથી વધુ ચાલતી પ્રોડક્ટ્સ ચાટ સ્ટ્રીટ વેફર પર કંપની દ્વારા BOGO ઓફર મૂકવામાં અમને આશા છે કે આ વિસ્તાર નજીક રહેતા લોકોની સાથે સાથે અમદાવાદની જનતાને ફરસાણ, નમકીન, વેફર્સ, ફ્રાઇમ્સ સહિતની આઇટમો માટે હવે અન્ય જગ્યા પર જવું નહિ પડે અને લોકોને મનપસંદ તમામ પ્રોડક્ટ એક જ જગ્યા પર ઉપલબ્ધ બની રહેશે.