Ahmedabad : નિકોલ ગોપાલચોકની સમસ્યા દૂર કરવા ડ્રેનેજ નેટવર્ક ડાયવર્ટ કરવામાં આવશે.

પ્રતિકાત્મક
900 ડાયા ની રાઇઝિંગ લાઈન નાખવામાં આવશે.
(પ્રતિનિધિ) અમદાવાદઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ નું કામ કરવામા આવી રહ્યું છે. આ કામ શરૂ કરતાં પહેલાં
ખારીકટ કેનાલની આસપાસ આવેલી અનેક સોસાયટીના ડ્રેનેજ કનેક્શન દૂર કરવામાં આવ્યા હતા. જેના કારણે નિકોલ સહિત અનેક વિસ્તારોમાં ડ્રેનેજ બેકિંગ ની સમસ્યા વધી ગઈ છે. આ સમસ્યા દૂર કરવા માટે નિકોલ ગોપાલ ચોક વિસ્તારની સોસાયટીના ડ્રેનેજ નેટવર્ક ડાયવર્ટ કરવામાં આવશે.
મ્યુનિસિપલ વોટર સપ્લાય કમીટી ચેરમેન દિલીપભાઈ બગરિયા ના જણાવ્યા મુજબ પૂર્વઝોન નિકોલ વોર્ડમાં ગોપાલ ચોક વિસ્તારમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવાની તથા ડ્રેનેજ લાઇન ઓવરફલો ની સમસ્યા છે. હાલમાં નિકોલ વોર્ડમા સ્ટ્રોમ વોટર લાઈન નું નેટવર્ક નાંખવાનું કામ ચાલુ છે. ગોપાલ ચોક પાસે જીવન વાડી ડ્રેનેજ પંપીંગ સ્ટેશન છે.
તથા ગોપાલચોક થી જીવન વાડી પંપીંગ સ્ટેશન સુધી નવી ૯૦૦ એમ.એમ ડાયાની ડ્રેનેજ લાઈન નાંખવા નિર્ણય કરવામાં આવ્યો છે. નિકોલ વિસ્તાર હાલમાં ખુબ જ ઝડપથી ડેવલોપમેન્ટ થઈ રહ્યું છે. જીવનવાડી ડ્રેનેજ પંપીંગ વિસ્તાર ની સોસાયટીઓ તેમજ અન્ય રહેણાંક ના ડ્રેનેજ ના પાણી નો નિકાલ મહંદ અંશે કાવ્યા સ્ટ્રોમ વોટર પંપીગ સ્ટેશન માં થાય છે. કાવ્યા પંપીગ સ્ટેશન ખારીકટ કેનાલ ની નજીક આવેલ છે.
હાલમાં ખારીકટ કેનાલ ના ડેવલોપમેન્ટ ની કામગીરી હાલમાં ચાલુ છે. તેમજ ખારીકટ કેનાલ માં ડ્રેનેજ ના પાણી નો નિકાલ ન કરવા માટે સુચના મળેલ હોવાથી કાવ્યા સ્ટ્રોમ વોટર પંપીંગ સ્ટેશન માં આવતું ડ્રેનેજ નું પાણી બંધ કરવા માટે આ વિસ્તારની તમામ સોસાયટીનું ડ્રેનેજ નું પાણી જીવનવાડી પંપીંગ સ્ટેશનમાં ડાયવર્ટ કરવાનું આયોજન છે.
જેથી આ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણી ના નિકાલ માટે ગોપાલ ચોક પાસે આવેલ અ.મ્યુ.કો હસ્તકના પ્લોટમાં બનાવેલ આંગણવાડી ની પાછળ ખાલી જગ્યામાં પાણી ના નિકાલ માટે સમ્પ બનાવી સુંદર સમ્યમાં થી ગોપાલ ચોક થી ૯૦૦ એમ.એમ ડાયાની આર.સી.સી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાનું તથા સદરહું સમ્યમાંથી ૩૦૦ એમ.અમે ડાયાની રાઈઝીંગ લાઈન ખારીકટ કેનાલ સુધી નાંખવામાં આવશે છે.