Western Times News

Gujarati News

અમદાવાદમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ)ના કેમ્પસનું ભૂમિપૂજન

અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે અમદાવાદ ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ)ના કેમ્પસનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ અત્યાધુનિક કેમ્પસના નવનિર્માણ કાર્યના શુભારંભ બદલ શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે લોકતંત્ર, રાષ્ટ્ર અને સમાજના સજાગ પ્રહરીના રૂપમાં રાષ્ટ્રનિર્માણમાં પત્રકારોની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ હોય છે. તેમણે NIMCJના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં અમૂલ્ય યોગદાન આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.