પુત્રવધુની આત્મહત્યા બાદ સાસરિયાએ બારોબાર લાશના અંતિમ સંસ્કાર કરી દીધા
સાસરીયાંના ત્રાસના કારણે દીકરીએ આત્મહત્યા કરીઃ માતાનો આક્ષેપ
(એજન્સી)અમદાવાદ, ઓઢવ વિસ્તારમાં મહીલાએ આત્મહત્યા કરતા તેના સાસરીયાએ બારોબાર લાશનો અંતીમ સંસ્કાર કરી દીધો હતો. આ મામલે મૃતકની માતાને જાણ થતા તે ઓઢવ પોલીસ મથકમાં પહોચી હતી અને મૃતકના પતિ સહીતના સાસરીમાં સામે આત્મહત્યા માટે દુષપ્રેરણાની ફરીયાદ નોધાવી હતી.
બનાસકાંઠાના દાંતીવાડાના વાઘરોલ ગામમાં પ૦ વર્ષીય સવીતાબેન ધારાજી મેસરા ઠાકોરર પરીવાર સાથે રહે છે. સવીતાબહેનના પહેલાં લગ્ન ગલબાજી ભીલેચા સાથે થયા હતા અને તેમના થકી ચાર દીકરીની જન્મ થયો હતો..
બીજા લગ્ન થયા છતાં સવીતાબેન તેમની દીકરીઓને સાચવતા હતા અને હંમેશા વાતચીત કરતા હતા. એકાદ વર્ષ પહેલા તેમની દીકરી રેખાને તેમના ગામનો વિનોદ કાંતીજી મેસરા લઈ ગયો હતો. જેથી આ મામલે સમાજના વ્યકિતઓને ભેગા કર્યા હતા.
ત્યારબાદ દીકરીરેખાને અવારનવાર જાણ કરી હતી અને ત્યારે જાણવા મળ્યું હતું કે,ત્યારે દીકરીએ જણાવ્યું હતું કે, હું ઓઢવ ખાતે ભાડાના મકાનમાં પતી સાથે રહું છું,થોડા દિવસો બાદ દીકરી રેખાએ જણાવ્યું હતું કે, મારો પતી દીવાળી બાદ અને માર મારે છે અને હેરાન પરેશાન કરે છે. જેથી માતાએ તેને જણાવ્યું હતું કે, તે તારી રીતે તેને પસંદ કર્યો છે તો તેની સાથે રહે જે બધા સારા-વહાલા થશે. તે સુધરી જશે અને સારા દિવસો આવશે.
આ દરમ્યાન ર૬મીના રોજદીકરી રેરખાએ ઓઢવ ખાતે પોતાના ઘરે બાથરૂમમાં આત્મહત્યા કરી લીધી હતી. રેખાની લાશને તેના પતિ સહીતના સાસરીયાએ બારોબાર કોઈને જણાવ્યા વગર અંતિમવિધી કરી દીધી હતી.
આ મામલે સવિતાબેનને જાણ થતા તેઓ ઓઢવ પોલીસ મથક પહોચ્યા હતા. જયાંતેમણે સાસરીયાના ત્રાસના કારણે દીકરીએ આત્મહત્યા કરી હોવાનું તથા બારોબાર તેની લાશને અંતિમ સંસ્કાર કરી દીધો હોવાનું જણાવ્યું હતું. ઓઢવ પોલીસ આ મામલે વિનોદભાઈ કાંતીજી મેસરા, કાંતીજી ભેમાજી મેસરાઅને ચંદ્રીકાબેન કાંતિજી મેસરા સહીતના લોકો સામે ફરીયાદ નોધાવતા પોલીસે તપાસ આદરી છે.