અમદાવાદ-ઓખા સ્પેશિયલ અને બાંદ્રા ટર્મિનસ-અજમેર સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવાયા
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-ઓખા સ્પેશિયલ અને બાંદ્રા ટર્મિનસ-અજમેર સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનોના ફેરા વિશેષ ભાડા પર સમાન સંરચના, સમય અને રૂટ પર વધારાયા છે. જેની વિગતો નીચે મુજબ છે. Ahmedabad-Okha Special and Bandra Terminus-Ajmer Special trains extended
ટ્રેન નંબર 09435/09436 અમદાવાદ-ઓખા-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ
ટ્રેન નંબર 09435 અમદાવાદ – ઓખા સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ, જે અગાઉ 25મી માર્ચ, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 01 જુલાઈ, 2023 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 09436 ઓખા-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ, જે અગાઉ 26મી માર્ચ, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી, હવે તેને 02 જુલાઈ, 2023 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 09039/09340 બાંદ્રા ટર્મિનસ-અજમેર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ
ટ્રેન નંબર 09039 બાંદ્રા ટર્મિનસ – અજમેર સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ, જે અગાઉ 29મી માર્ચ, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 28 જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 09040 અજમેર – બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સુપરફાસ્ટ, જેને અગાઉ 30 માર્ચ, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 29 જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે
ટ્રેન નંબર 09435, 09436 અને 09039 માટે બુકિંગ 15 માર્ચ 2023થી પીઆરએસ કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ અવલોકન શકે છે.