પાલડી પોલીસ સ્ટેશન દ્વારા ડીટેઈન કરાયેલા ૭૮ વાહનોની થઇ શકે છે જાહેર હરાજી
અમદાવાદ, વાહન માલિક/વિમા કંપની/ફાઈનાન્સ કંપનીઓને જણાવવાનું કે, પાલડી પોલીસ સ્ટેશન અમદાવાદ ખાતે એમ.વી.એક્ટ કલમ-૨૦૭ મુજબ ડીટેઈન કરેલ કુલ-૭૮ વાહનો કબ્જે કરવામા આવેલ છે જે વાહન માલીકોને અવાર-નવાર લેખિત તથા મૌખિક જાણ કરવા છતા આપના તરફથી વાહનો છોડાવવા માટે ની આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામા આવેલ નથી. તેમજ કેટલાક કિસ્સાઓમાં સદરહુ વાહન માલિકો જણાવેલ સરનામે રહેતા ન હોવાનુ જણાઈ આવેલ હોઈ
જેથી તે કિસ્સાઓમાં જાણ થઈ શકેલ નથી. જેથી જાહેર નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ માં વાહન છોડાવવા અંગેની જરૂરી કાર્યવાહી કરવા લગત તમામ ને જણાવવામાં આવે છે. જો એમ કરવામા આપ કસુર કરશો તો આપનું વાહન પો.સ્ટે થી છોડાવવા માંગતા નથી તેવુ માની લઈ કાયદાકીય નિયમોનુસાર વાહનોની જાહેર હરાજી કરી હરાજીમાં ઉપજેલા નાણા સરકાર શ્રી ખાતે જમાં કરવામાં આવશે
તેમજ આપના તરફથી આ અંગે કોઈ વાંધાજનક હોય તો પાલડી પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ અગર તો લેખિત રજુઆત દિન-૦૭ મા કરવી ત્યારબાદ આવેલી કોઈ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહી અને વાહનો ના નિકાલ માટે ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પાલડી પોલીસ સ્ટેશન અમદાવાદની અખબાર યાદીમાં જણાવાયું છે.