Western Times News

Gujarati News

અમદાવાદમાં લારી પર વેચાતા પાણીપુરી, શેરડીના સંચા અને બરફ ગોળા આરોગ્યપ્રદ છે ખરા ?

AI Image

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં કાળઝાળ ગરમી પડી રહી છે અસહ્ય ગરમીને કારણે બપોરે રસ્તાઓ સુમસામ થઈ જાય છે લોકો તાપમાં બહાર નીકળવાનું ટાળી રહ્યા છે હવામાન વિભાગ તરફથી પણ આગામી ૧૦ એપ્રિલ સુધી ભારે ગરમીની આગાહી કરાઈ છે ગરમ પવનના વાયરા ફુંકાય રહ્યા છે ઉનાળામાં અસહ્ય ગરમીના વાતાવરણની વચ્ચે પણ લોકો બહારનું ખાવાનું છોડતા નથી

ગરમીના માહોલમાં જીભનો ટેસ્ટ જળવાઈ રહે તે માટે નગરજનો લારી રેકડીઓ ઉપર વેચાતા બિન આરોગ્ય પર ખાદ્ય પદાર્થો આરોગી રહ્યા છે ખાસ કરીને શહેરમાં ઠેર ઠેર પાણીપુરીની લારીઓ ઉપર સાંજ પડતા છે લોકોના ટોળા પાણીપુરી ખાવા ઉમટી પડે છે પરંતુ કાળજાળ ગરમીમાં પાણીપુરીમાં વપરાતા બટાકા અને ચણા ખાવા લાયક રહે છે કે કેમ તે અંગે કોઈ વિચારતું નથી

મેં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પણ આ અંગે ચેકિંગ કરવામાં આવે તો ઘણો બિન આરોગ્ય પદ ખોરાક પકડાઈ શકે છે બીજી તરફ શહેરના રાજમાર્ગો પર અલગ અલગ સ્થળોએ શેરડીના સંચા અને ખુલ્લામાં તડબૂચ અને ફળફળાદી લઈને ખુમચા વાળા ઊભા રહે છે શેરડીના રસમાં ઉપયોગમાં લેવામાં આવતો બરફ ક્યાંથી આવે છે અને તે ખાવા લાયક છે કે કેમ તે અંગે પણ ચેકિંગ કરવું અવશ્યક છે તો અમુક સ્થળો ઉપર તો બરફવાળા પણ મેદાનમાં આવી ગયા છે

ત્યારે કોર્પોરેશન અને ફુડ વિભાગે આ અંગે સર્ચ કરીને આ તમામ રેકડીઓ અને લારીઓ પર વેચાતી ચીજ વસ્તુઓ અને ખાદ્ય પદાર્થો ખાવા લાયક છે કે કેમ તે અંગે ચકાસણી કરવી જરૂરી છે શહેરમાં ખુલ્લેઆમ પાણીપુરી શેરડીના સંચા તથા બરફ ગોળા શરૂ થઈ ગયા છે ત્યારે આરોગ્યને લઈને જાગૃતિ આવશ્યક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.