કાતિલ ઠંડીમાં રસ્તા પર સૂતેલા લોકોને અમદાવાદ પોલીસે ધાબળા આપ્યા
જોઈન્ટ પોલીસ કમીશ્નર અજય ચૌધરીએ મોડી રાતે ગરીબો તેમજ ઘરવિહોણા લોકોને ધાબળા આપીને સેવાનું કામ કર્યું -ટીમ સાથે મળીને સિવિલ હોસ્પિટલ કેમ્પસ, ગુજરી બજાર અને દુધેશ્વર બ્રિજ નીચે ૧૦૦ લોકોને ધાબળા આપ્યા
(એજન્સી)અમદાવાદ, પોલીસનું નામ સાંભળતાની સાથે જ લોકોના દિમાગમાં હાથમાં ડંડો અને મોઢા પર ગુસ્સો હોય તેવું એક ચિત્ર ઉભું થાય છે. પરંતુ હકીકત તેનાથી વિપરીત છે. ગુનેગારો માટે કાળ બનીને ત્રાટકતી પોલીસ ગરીબો તેમજ ઘરવિહોણા લોકો માટે ભગવાન બનીને વહારે આવી છે.
અમદાવાદ પોલીસના એક જાંબાઝ અધિકારીએ રોડ પર સુઈ રહેલા ૧૦૦ લોકોને ધાબળો આપીને સેવા પરમો ધર્મના સ્લોગનને સાર્થક કર્યું છે. પોલીસ અધિકારીની આ કામગીરી જોઈને બીજા અનેક પોલીસ કર્મચારીઓને પણ પ્રેરણા મળી છે. અને તેઓ પણ આવનારા દિવસોમાં ગરીબોને રજાઈ, ધાબળા, સ્વેટર આપે તેવું નકકી કર્યું છે.
ખાખી પહેરીરને શહેરની સુરક્ષા કરનાર માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. તેવુંં વિચારનાર ગરીબોને સેવા પણ કરી રહયા છે. કાતિલ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. અને અમદાવાદીઓએ બેગ તેમજ પેટીપલંગમાં મુકેલાં ધાબળા, સ્વેટર, ટોપી, હાથનાં મોજાં, હીટર મશીન કાઢી લીધાં છે.શહેરીજનોને ઠંડીમાં રાહત મળે છે. તે માટે તમામ પ્રકારની તૈયારી કરી લીધી છે.
શહેરીજનોને કયારે વિચાર્યુું છે. કે રસ્તાપર રહેતા લોકો મોડી રાત્રે કાંતીલ ઠંડીમાં કેવી રીતે સુઈ જતા હશે તેમના હાલત કેવી હશે. ઘરવિહોણા લોકો પાસે સુવા માટે છત નથી માટે તે ફુટપાથ પર કે પછી બ્રીજ નીચે સુઈ જતા હોય છે. જયારે ઠંડી લાગે ત્યારે તે કચરો વીણીને તાપણું કરતા હોય છે.
ત્યારબાદ તેની પાસે સુઈ જતા હોય છે. જેના કારણે તેમને થોડા સમય માટે ઠંંડીથી રાહત મળતી હોય છે. ગરીબ તેમજ ઘરવિહોણા પાસે ઓઢવા માટે રજાઈ કે ધાબળા હોતાં નથી. અને સ્વેટર તેમજ ટોપી પણ હોતા નથી.
આવા ગરીબોને મદદ કરવા માટે આઈપીએલ ઓફીસર અજય ચૌધરી આગળ આવ્યા છે. અજય ચૌધરી અમદાવાદના જોઈન્ટ પોલીસ કમ કમીશ્નર જી.એસ. મલીક રજા ઉપર જાય ત્યારે ઈન્ચાર્જ પોલીસ કમીશ્નર તરીકેની કામગીરી પણ બખુબી નિભાવે છે. શહેરમાં એક બાજુ પોલીસની કોમ્બીગ નાઈટ ચાલી રહી છે. ત્યારે જોઈન્ટ પોલીસ કમીશ્નર અજય ચૌધરીએ મોડી રાતે ગરીબો તેમજ ઘરવિહોણા લોકોને ધાબળા આપીને સેવાનું કામ કર્યું હતું.
સિવિલ હોસ્પિટલ કેમ્પસ, દુધેશ્વરબ્રીજ નીચે ગુજરી બજારમાં રાત્રે ઠંડીમાં સુઈ રહેલા લોકોને અજય ચૌધરીએ ધાબળા ઓઢાળ્યા હતા. કાતિલ તેમજ હાડ થીજાવી દે તેવી ઠંડી પડી રહી છે. ત્યારે અજય ચૌધરીએ મોડી રાતે કરેલી કામગીરીના કારણે બીજા પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓની પ્રેરણા મળી હતી. અને આવનારા દિવસોમાં તે પણ આવી રીતે મદદ કરશે તેવું નકકી કર્યું છે.
દિવાળી કે પછી કોઈપણ તહેવાર હોય પોલીસ કર્મચારીઓ સેવા કરવામાં પીછેહઠ કરતા નથી. રોડ પર રહેતા ગરીબો સાથે પોલીસ કર્મચારીઓઅ તહેવારની ઉજવણી કરતા હોય છે. દિવાળીમાં ગરીબોને ફટાકડા, મીઠાઈ સહીતની ચીજવસ્તુઓનું વિતરણ પણ કર્યું હતું. આવી જ રીતે રસ્તા પર રહેતા લોકોની સેવા પણ પોલીસ કર્મચારીઓ કરતા હોય છે.