Ahmedabad:બળજબરી પૂર્વક ભિક્ષા માગતા કિન્નરોના સમૂહ સામે પોલીસ એક્ટિવ
અમદાવાદ, હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે કિન્નરોના જૂથ બળજબરી પૂર્વક લોકો પાસેથી રૂપિયા ઉઘરાવતા હોવાના પણ ઘણા કિસ્સા સામે આવતા હોય છે. તેવામાં સોમવારે આવા જ બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેણે શહેરની પોલીસને પણ તહેવારો પહેલા વધુ સતર્ક કરી દીધી હતી. Ahmedabad: Police active against group of kinnars who forcefully ask for alms
ત્યારપછી હવે પોલીસ અમદાવાદની શેરીઓમાં હોળી દરમિયાન શાંતિ જળવાઈ રહે તેના માટે સતત કાર્યરત છે. એટલું જ નહીં She Teamને પણ કાર્યરત કરાઈ છે તથા સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પ્રમાણે બળજબરી પૂર્વક તહેવારના નામે રૂપિયાની ઉઘરાણી કરતા જૂથો સામે કડક પગલા ભરવા પોલીસ ડિપાર્ટમેન્ટે આદેશ આપી દીધા છે. તહેવારો સમયે શહેરમાં આ પ્રમાણે કિન્નરોના જૂથનું આવવું સામાન્ય છે.
તેઓ શુકનના રૂપિયા પણ ઉઘરાવતા હોય છે. પરંતુ સ્થિતિ ત્યારે કથળે જ્યારે આવા ૨ જૂથો વચ્ચે વિસ્તાર અને હદને લઈને અથડામણ થાય. પોલીસે આને ટાળવા માટે યોજના બનાવી લીધી છે તથા લોકો સામે પગલાં લેવાનું પણ શરૂ કરી દીધું છે. શી ટીમ પણ અત્યારે કાર્યરત છે. શી ટીમની સાથે અન્ય પોલીસની ટીમને પણ તહેવાર દરમિયાન તૈનાત કરી દેવાઈ છે.
પોલીસ ડિપાર્ટમેન્ટે અગાઉ જે જે સ્થળોએ કિન્નરોના રૂપિયા ઉઘરાણી સહિતના કિસ્સા બન્યા હોય ત્યાં પોતાની ટીમ ઉતારી દીધી છે. અહીં પોલીસ બંદોબસ્ત એટલો ચુસ્ત કરી દેવાયો છે કે કોઈપણ પ્રકારની જાે આવી ઘટના ઘટે તો એની સામે કડક પગલાં ભરાશે.
કિન્નોરોનું જૂથ બાળકના જન્મ સમયે, લગ્ન પ્રસંગે આવીને રૂપિયા ઉઘરાવતું હોય છે. તહેવારોમાં આ પ્રમાણે રૂપિયાની ઉઘરાણી સમયે મોટી રકમ પણ મળતી આવે છે. ત્યારે કિન્નરોના આવા સમૂહો એકબીજા સાથે વિસ્તારના વિવાદને લઈને ઝઘડી પણ શકે છે.
ઘણીવાર બળજબરી પૂર્વક આવા જૂથો રૂપિયાની ઉઘરાણી કરતા હોય છે. આવા ઘણા ગેંગવોરના કિસ્સા સામે આવ્યા છે. એટલું જ નહીં આ કિન્નરોના બંને જૂથો વચ્ચે જે પ્રમાણે ગેંગવોર થાય છે એ ચિંતાજનક છે.SS1MS